Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુખ્યાતના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું, ડ્રોન VIDEO:રાજકોટના ભાયાવદરમાં આલિશાન મકાન જમીનદોસ્ત, 13 ગુનાનો આરોપી અલીમામદ શેઠા હત્યાના પ્રયાસના કેસમાં હાલ ફરાર

    11 hours ago

    રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં આજે સવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી ગુનાખોરી સાથે સંકળાયેલા એક કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શરીર સંબંધી 13 જેટલા ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું આલીશાન મકાન તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી દ્વારા 300 ચોરસ વાર જગ્યામાં આ ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં આજે 1 મેએ સવારથી આરોપીના બંગલા પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓએ દીપેનભાઈ પર હુમલો કર્યો હતો ગત તા. 30 માર્ચ, 2026ના રોજ પડવલા ગામના રહેવાસી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનું વાહન લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામની પ્રાથમિક શાળા પાસે આરોપી અલીમામદ શેઠા, તેનો પુત્ર નોમાન અને અન્ય ત્રણ શખ્સોએ 'થાર' ગાડી વડે દીપેનભાઈને પાછળથી ટક્કર મારી પછાડી દીધા હતા. ત્યારબાદ, પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બેઝબોલના ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અલીમામદ શેઠા સિવાયના આરોપીઓ ઝડપાયા ભાયાવદર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસે નોમાન શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો જેડા, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા, શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા સહિત એક સગીર વયના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફરાર આરોપીની ગેરકાયદે મિલકત પર સકંજો જયારે મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ IG નિર્લપ્તિ રાય, જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ તપાસીને તાત્કાલિક પકડી પાડવા અને તેમની ગેરકાયદે મિલકત બાબતે તપાસ કરવા સૂચના આપી હતી. દરમિયાન ASP સિમરન ભારદ્રાજ અને ભાયાવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા દ્વારા આરોપી અલીમામદ તૈયબ શેઠાની મિલકત બાબતે તલાટી મંત્રી પાસેથી માહીતી મેળવી હતી. 1 કરોડનું આલિશાન મકાન ગેરકાયદે બનાવ્યું હતું તપાસ દરમિયાન આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ ઉપર સરકારી જમીનમાં 300 ચોરસ વારમાં ગેરકાયદે બાંધકામ કરી અંદાજિત એક કરોડ કિંમતનું આલીશાન મકાન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે દબાણ દુર કરવા માટે સરપંચ તથા તલાટીકમ મંત્રી દ્વારા સરકારી જમીનમાંથી દબાણ દુર કરવા નિયમાનુસાર નોટિસની બજવણી કરી હતી. પરંતુ આરોપી દ્વારા દબાણ દુર નહીં કરતા તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા દ્વારા આજે 1મેએ દબાણ દુર કરવાની કાર્યવાહીની સૂચના આપી હતી. જે બાદ મામલતદારની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરી સરકારી જમીન ખાલી કરાવી હતી. હત્યાના પ્રયાસના કેસમાં અલીમામદ શેઠા ફરાર ઉલ્લેખનીય છે કે આરોપી અલીમામદ તૈયબ શેઠા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, મારામારી, જાનથી મારી નાખવા ધમકી આપવા તેમજ આર્મ્સ એક્ટ સહીત 13 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જયારે 30 માર્ચના રોજ નોંધાયેલી હત્યાની કોશિશના ગુનામાં હજુ પણ તે ફરાર છે. જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલા ગામે ગત તા.30.03.2026ના રોજ ફરીયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનુ વાહન લઈને ઘરે જતા હતા ત્યારે પડવલાગામની પ્રા.શાળા પાસે પહોંચતા આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા તથા તેનો દીકરો નોમાન અને ત્રણ અજાણ્યા માણસો ઠાર ગાડી લઈને આવી ફરીયાદીને મારી નાખવાના ઈરાદે પાછળથી ઠોકર મારી પછાડી દઈ બેઝબોલના ધોકા તથા પાઈપ વડે આડેધડ માર મારી ગંભીર ઈજા કરી નાસી છૂટ્યા હતા. આ કેસમાં ભાયાવદર પોલીસે હત્યાની કોશિશ અંગે ગુનો નોંધી આરોપી નોમાનભાઇ ઉર્ફે ધારાગઢી અલીમામદ શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો ગુલમહમદભાઇ જેડા, અયાન ઉર્ફે સર્વિસ મુસ્તાકભાઇ ગણોદવાલા ને એક સગીરની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની વોચમાં આરોપીઓ શાહરૂખ ઉર્ફે મસ્તાન બોદુભાઇ નોઇડા તથા સોયમ ઉર્ફે સોહિલ વલીમામદ ધાવડા રોકાયા હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. જયારે મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ IG નિર્લપ્તિ રાય તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ ચકાસી તાત્કાલીક પકડી પાડવા તેમજ તેઓની ગેરકાયદેસર મિલ્કત બાબતે તપાસ કરવા સુચના આપી હતી દરમિયાન ASP સિમરન ભારદ્રાજ તથા ભાયાવદર પોલીસ સ્ટેશનના I/C પીઆઇ એ.બી.જાડેજા દ્વારા આરોપી અલીમામદ તૈયબ શેઠાની મિલ્કત બાબતે તલાટી મંત્રી પાસેથી માહીતી મેળવી હતી. તપાસ દરમિયાન આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ ઉપર સરકારી જમીનમા 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી અંદાજિત એક કરોડ કિંમતનું આલીશાન મકાન બનાવ્યું હોવાનું સામે આવતા દબાણ દુર કરવા માટે પડવલા ગ્રામપંચાયત સરપંચ તથા તલાટીકમ મંત્રી દ્વારા સરકારી જમીનમાંથી દબાણ દુર કરવા નિયમાનુસાર નોટીશો ચોટાડી, નોટીશની બજવણી કરી હતી પરંતુ આરોપી દ્વારા દબાણ દુર નહીં કરતા તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા દ્વારા આજ રોજ દબાણ દુર કરવાની કાર્યવાહીની સૂચના આપતા ઉપલેટાના મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીમામદ તૈયબ શેઠા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, મારા મારી, જાનથી મારી નાખવા ધમકી આપવા તેમજ આર્મ્સ એક્ટ સહીત13 જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જયારે 30 માર્ચના રોજ નોંધાયેલ હત્યાની કોશિશના ગુનામાં હજુ પણ તે ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એપ્રિલ મહિનામાં જ રૂ.108 કરોડની આવકનો વિક્રમ:ભાવનગર બન્યું ડિજિટલ 1.06 લાખથી વધુ લોકોએ ઓનલાઇન વેરો ભરી 12 ટકા રીબેટનો લાભ લીધો
    Next Article
    Gujarati Evening News LIVE | સાંજના તમામ મોટા સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment