Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના કાવ્યએ સદી ફટકારી ચૂકેલા પાકિસ્તાનીને પેવેલિયન ભેગો કર્યો:ઓપનર ઉસ્માન ખાન 107 રન બનાવીને આઉટ, કાવ્યને બીજી સફળતા મળી; PAKનો સ્કોર 316/6

    1 day ago

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનનો સ્કોર 47 ઓવરમાં 316/6 છે. ટીમ તરફથી હમઝા ઝહૂર અને મોહમ્મદ સૈયામ ક્રિઝ પર છે. ચિગુરૂપતિ વેંકટે ત્રણ વિકેટ લીધી. તેણે અહમદ હુસૈન, કેપ્ટન યુસુફ અને હસનૈન અબ્બાસ ડારને કેચ આઉટ કરાવ્યા. કાવ્ય પટેલે બીજી વિકેટ લીધી છે. તેણે ઓપનર ઉસ્માન ખાન (107 રન)ને આઉટ કર્યો. અગાઉ, તેણે અન્ય ઓપનર હયામ ખાનને વિકેટકીપર અન્વય દ્રવિડના હાથે કેચ કરાવ્યો. અર્જુન રાજપુતે અબ્દુલ કાદિરને વીકે વિનીતના હાથે કેચ કરાવ્યો. કાદિર 54 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    Best Air Purifiers Under Rs. 12,000 in India
    Next Article
    ‘સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી નહોતી, લગાડવામાં આવી હતી’:સોનિયા ગાંધીના પુસ્તકના દાવા પર SIT ચીફે કહ્યું- આગનું કારણ 'વિવાદિત' ગણાવવું તદ્દન ખોટું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment