Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકો માટે ફેરબદલી કેમ્પનું આયોજન:જિલ્લાના 1050 શાળાના 3 હજાર શિક્ષકોને બદલીની તક, 21થી 23મી સુધી અરજી થશે

    13 hours ago

    પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની ઓનલાઈન જિલ્લા ફેરબદલીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રાથમિક શાળાના શિક્ષકોએ 21 થી 23 એપ્રિલ દરમિયાન વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે. તેમજ ચૂંટણીના પગલે ફેરબદલી કરી શકાશે નહીં. આ પ્રક્રિયાથી વડોદરા જિલ્લાના 1050 જેટલી પ્રાથમિક શાળાના 3 હજારથી વધુ શિક્ષકોને જિલ્લા ફેરબદલીની તક મળશે. જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના તમામ માધ્યમના શિક્ષકો માટે આ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લા ફેરબદલી માટે અરજી કરશે તેવી શક્યતા છે. ઓનલાઈન જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા દરમિયાન શિક્ષકોને તેમની પસંદગી મુજબ જિલ્લામાં બદલી મેળવવાની તક મળશે. જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ હેઠળ કાર્યરત પ્રાથમિક શિક્ષકો માટે આ ઓનલાઈન જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકોને ઉપલબ્ધ ખાલી જગ્યાઓના આધારે જિલ્લા પસંદ કરવાની તક આપવામાં આવશે. જિલ્લા ફેરબદલી માટે ઈચ્છુક શિક્ષકોએ સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન નોંધણી કરવી પડશે. વેબસાઈટ પર જિલ્લાવાર ખાલી જગ્યાઓની માહિતી પણ મુકવામાં આવી છે, જેથી શિક્ષકો પોતાની પસંદગી યોગ્ય રીતે કરી શકે. આ પ્રક્રિયા અંતર્ગત શિક્ષકોને તેમના વર્તમાન જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બદલી માટે અરજી કરવાની તક મળશે. બદલી માટે શિક્ષકોએ 21 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. શિક્ષકોને લાંબા સમયથી જિલ્લામાં ફેરબદલી માટે રાહ જોવી પડી રહી હતી. આ કેમ્પ દ્વારા તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તેમજ પારિવારિક અને વ્યક્તિગત કારણોને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તેમની પસંદગી મુજબ સ્થળાંતર કરવાની સગવડ મળશે. માદરે વતન જવાની તક વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા અન્ય જિલ્લાના શિક્ષકો હવે પોતાના માદરે વતન કે તેની નજીકના જિલ્લામાં પરત ફરી શકશે. ડિજિટલ પારદર્શિતા સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે જેથી ડિજિટલ પારદર્શિતા જળવાશે, જેથી મેરિટ મુજબ જ બદલી મળશે. શૈક્ષણિક ગુણવત્તા શિક્ષક પોતાના વતનમાં કે પરિવાર પાસે રહેશે તો માનસિક સ્વસ્થતા વધશે, જેની સકારાત્મક અસર શિક્ષણની ગુણવત્તા પર પડશે. યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની ભરતી માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ધરાશે યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે અરજીની પ્રક્રિયા 30 એપ્રિલ સુધી કરવાની છે. જેથી ચૂંટણી દરમિયાન અમલમાં આવેલ આચારસંહિતાની અસર આ પ્રક્રિયા પર પડશે નહીં. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવાની છે. પસંદગી પ્રક્રિયા ચૂંટણી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપનો માસ્ટરસ્ટ્રોક:ભાજપમાં 60થી વધુના, ત્રણ ટર્મ લડેલા નેતા કપાયા,પરિવારવાદ પર પૂર્ણવિરામ
    Next Article
    F-15, A-10, Black Hawks: US Aircraft Hit By Iran, 2 Pilots Rescued, 1 Missing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment