Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જન્માષ્ટમી મેળાના પ્લોટની હરાજી:105 પ્લોટ માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ, દૈનિક ₹190થી 1824 ભાડું

    8 hours ago

    ભરૂચ માં આગામી જન્માષ્ટમી મેળા માટે પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી. નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો. આ મેળો સોનેરી મહેલથી પાંચબત્તી સુધી સાતમ, આઠમ, નોમ અને દસમના દિવસો દરમિયાન યોજાશે. ભરૂચ સીટી સર્વે કચેરી દ્વારા મેળા માટે કુલ 105 પ્લોટની વ્યવસ્થા કરાઈ છે. પ્લોટના કદ અને સ્થાન મુજબ એક દિવસનું ભાડું નક્કી કરાયું હતું. સૌથી વધુ દર ધરાવતા પ્લોટ માટે દૈનિક ભાડું રૂ. 1824 અને સૌથી ઓછા દરના પ્લોટ માટે રૂ. 190 નક્કી કરાયું હતું. ચાર દિવસના મેળા માટે પ્લોટનું કુલ ભાડું આશરે રૂ. 7300થી રૂ. 760 સુધી રહેશે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ પાસેથી પ્લોટના દર મુજબ ડિપોઝિટની રકમ પણ નક્કી કરવામાં આવી હતી. હરાજીના નિયમો અનુસાર, વેપારીઓએ પહેલા ડિપોઝિટની રકમ જમા કરાવવાની હતી. ત્યારબાદ સૌથી વધુ બોલી લગાવનારને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. પ્લોટ ફાળવણી પછી વેપારીઓને ચાર દિવસના મેળા દરમિયાન સ્ટોલ લગાવવાની મંજૂરી મળશે. આ હરાજીમાં વેપારીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. વિવિધ પ્લોટ માટે બોલીઓ લગાવવામાં આવી હતી, જે જન્માષ્ટમી મેળા પ્રત્યે વેપારીઓના સકારાત્મક પ્રતિભાવને દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    બિલ્ડર મેરામણ પરમાર આપઘાત કેસમાં ગાંધીનગર પોલીસના જામનગરમાં ધામા:રાજકીય વગ ધરાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, બંને સુસાઈડ નોટ FSLમાં મોકલવામાં આવી
    Next Article
    તળાજા-મહુવાના રત્નકલાકારોએ કલેકટરને આવેદન પાઠવ્યું:ફિક્સ પગારમાં ભાવ વધારો અને પગાર બેન્ક ખાતામાં ચૂકવવા સહિતની માંગ, નવા ચાર લેબર કોડ-મજૂર કાયદાઓનું પાલન કરવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment