Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:ખેડામાં રૂ 10.47 લાખનો સીસી રોડ 2 વર્ષમાં તૂટ્યો, સિમેન્ટ ઓછો વપરાતા રેતી-કપચી સાથે પકડ ન રહી

    10 hours ago

    મયંક પંડ્યા ખેડાના લાલ દરવાજાના લોખંડિયા બ્રિજથી ભગતસિંહ ચોક સુધી 10.47 લાખના ખર્ચે બનેલો આરસી સી રોડ માત્ર 2 વર્ષમાં તૂટી ગયો છે. આ અંગે નિષ્ણાંતોના મત મુજબ સીસી રોડમાં જે પ્રમાણમાં સિમેન્ટ ખૂબ ઓછાં પ્રમાણમાં વાપર્યો હોવાથી રેતી અને કપચી સાથે પકડ જમાવી શક્યો નથી અને રોડ તૂટવા માંડયો છે. ખેડા પાલિકા દ્વારા વર્ષ-2023 નવેમ્બર માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કન્સ્ટ્રક્શન ઓફ સિમેન્ટ કોંક્રિટ રોડ બ્લોક ફૂટપાથ એન્ડ ડીવાઈડરનું કામ લાલ દરવાજા લોખંડિયા બ્રિજથી ભગતસિંહ ચોક સુધી રૂ 10.47 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. જે તે સમયે પણ એજન્સી દ્વારા કામ પૂર્ણ કર્યાના એક મહિનામાં જ આર સી સી રોડ તુટી ગયો હતો, જેને લઈને પાલિકા દ્વારા એને નોટિસ ફટકારાતા એજન્સીએ બે વર્ષ અગાઉ રોડ ઉપર થિંગડા મારીને કામ ચલાવી લેવાયું હતું, પણ એજન્સી પાસે નવીન રોડ બનાવાયો નહીં. જોકે એજન્સીએ થિંગડાની કામગીરી કર્યા બાદ માત્ર થોડા જ મહિનામાં રોડ તૂટી ગ્યો હતો અને આજે થિંગડા ઉખડીને રોડ પર મોટા ખાડા પડી ગયા છે. તેમ છતાં પાલિકા દ્વારા એજન્સી પાસે કામ કરવામાં આવતું નથી અને થિંગડા મારવામાં પાલિકાને પણ જોર આવતું હોય તેવું લાગી રહ્યું છે. લાખોના ખર્ચે બનાવેલ રોડ માત્ર 2 વર્ષમાં તૂટી જઈને ઉબડખાબડ બનતા રોજ ચાલકો પછડાટ ખાય છે. જોકે, પાંચ વર્ષ સુધી રોડ તૂટી જાય કે રોડ માટે ખાડા પડે તો તેના મરામતની જવાબદારી એજન્સીની હોય છે, પણ પાલિકા દ્વારા પણ ક્યાંકને ક્યાંક આવી એજન્સી સામે પગલાં લેવાતા નથી. જેથી એજન્સી દ્વારા કામ વેઠ ઉતારી પ્રજાના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સી.સી રોડમાં સિમેન્ટનું પ્રમાણ તદ્દન ઓછું હોવાથી તૂટ્યો સી.સી રોડ અંગેનાં બાંધકામ બાબતે ટેકનિકલ દ્રષ્ટિએ જોતા સી.સી રોડમાં સિમેન્ટનું પ્રમાણ તદ્દન ઓછું જણાઈ આવેલ છે તેની સામે તેના અવેજમાં રેતી અને કપચી વધારે પ્રમાણમાં વપરાયેલ છે. જેથી સિમેન્ટ કોંક્રિટ સજ્જડ થવો જોઈએ તેની જગ્યાએ તેનું કમ્પોઝિશન યોગ્ય રીતે ન થઈ શકતા આ સી.સી રોડ હલકી ગુણવત્તાવાળો બન્યો હોવાથી તે વહેલો તૂટી ગયો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. - એસ કે ચૌહાણ, ઇજનેર ક્યુબિક ટેસ્ટ રિપોર્ટ કરાયો કે કેમ? તપાસનો વિષય આ સી.સી રોડનું કામ ટેન્ડરના ધારા ધોરણ મુજબ થયેલ હોય તેવું જણાતું નથી. આ કામમાં નગરપાલિકાના એન્જિનિયરે ક્યુબિક ટેસ્ટ રિપોર્ટ ( સી .સી રોડની ગુણવત્તા બાબતની ખરાઇ કરતો રિપોર્ટ) કર્યો છે કે કેમ ? તે પણ એક તપાસનો વિષય છે. હાલમાં પ્રાથમિક તબક્કે આ કામમાં એજન્સી દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું જણાઈ આવે છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓનો બેડા સાથે વિરોધ‎:‘પાણી આપો’ ના સૂત્રોચ્ચાર સાથે બોટાદના 2 વિસ્તારના રહીશોની આંદોલનની ચીમકી
    Next Article
    વેરા વસુલાત:આણંદમાં 14 અને નડિયાદમાં 3 દુકાનો સીલ કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment