Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તા પ્લોટની લાલચ આપી શાહ બંધુની 1.04 કરોડની છેતરપિંડી:દિલીપ શાહની ધરપકડ, કામરેજના નેત્રંગમાં પ્લોટ અપાવવાના નામે 17 લોકોને શિકાર બનાવ્યા

    2 days ago

    સુરત શહેરમાં વધુ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ રોકાણકારોને નિશાન બનાવતી વધુ એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. કામરેજના નેત્રંગમાં વ્યાજબી ભાવે રહેણાંક પ્લોટ અપાવવાના બહાને 17 નાગરિકો પાસેથી 1.04 કરોડ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી. જમીન રોકાણના નામે વિશ્વાસઘાત કરી નાણાં હડપ કરી લેનારા બે સગા ભાઈ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનાહિત ષડયંત્ર, ઠગાઈ અને ધાકધમકી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. નિવૃત્ત હીરા વેપારીને શિકાર બનાવ્યા અડાજણ વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે પાર્શ્વદર્શન કોમ્પ્લેક્સમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત હીરા વેપારી ભૂપેન્દ્રકુમાર રમેશચંદ્ર શાહ વર્ષ 2019માં જમીનમાં રોકાણ કરવા માંગતા હતા. તે દરમિયાન જમીન દલાલ પરેશ હરીલાલ શાહે તેમનો સંપર્ક કર્યો હતો. પરેશે જણાવ્યું કે, કામરેજના નેત્રંગ ખાતે રેવન્યુ સર્વે નં.71/1, બ્લોક નં. 60 વાળી જમીનમાં 'વીર રેસીડેન્સી સોસાયટી'નું પ્લોટિંગ થયું છે. આ પ્લોટ્સમાં તેના ભાઈ દિલીપકુમાર હરીલાલ શાહે રોકાણ કર્યું છે અને તેઓ અન્યત્ર રોકાણ કરવા માંગતા હોવાથી સસ્તા ભાવે પ્લોટ વેચવાના છે. ભવિષ્યમાં ઊંચો નફો મળશે તેવી લાલચ આપી બંને ભાઈઓએ ભૂપેન્દ્રભાઈને વિશ્વાસમાં લીધા હતા. સગાં-સંબંધીઓ સાથે મળીને 25 પ્લોટ નક્કી કર્યા શાહ બંધુઓના ભરોસામાં આવી ગયેલા ભૂપેન્દ્રભાઈએ વિવિધ ક્ષેત્રફળ ધરાવતા 25 પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું હતું. બાના પેટે ભૂપેન્દ્રભાઈ તથા તેમના પરિવારે 26.50 લાખ ચેક મારફતે ચૂકવી આપ્યા હતા. આ ઉપરાંત, ભૂપેન્દ્રભાઈના કહેવાથી તેમના અન્ય 16 સગાં-સંબંધીઓ તથા પરિચિતોએ પણ પ્લોટ મેળવવા રુપિયા 77.80 લાખની રકમ ચૂકવી હતી. આમ, આરોપીઓએ તમામ લોકો પાસેથી મળી રુપિયા 1.04 કરોડની માતબર રકમ એકત્ર કરી લીધી હતી. દસ્તાવેજ કે કબજો ન આપ્યો, જાનથી મારવાની ધમકી આપી નાણાં પૂરેપૂરા ચૂકવી દીધા બાદ પણ લાંબો સમય સુધી આરોપીઓએ પ્લોટનો વેચાણ દસ્તાવેજ કે કબજો સોંપ્યો નહોતો. ફરિયાદી દ્વારા ઉઘરાણી કરવામાં આવતાં બંને ભાઈ અવારનવાર બહાનાં બતાવી સમય પસાર કરતા હતા. દરમિયાન ભૂપેન્દ્રભાઈને જાણવા મળ્યું હતું કે, આરોપીઓ તેમની જાણ બહાર આ પ્લોટ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરી અન્ય લોકોને વેચી મારવાનો કારસો રચી રહ્યા છે. ત્યારે બંને ભાઈઓને રૂબરૂ મળવા ગયા હતા. આ સમયે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી હાથ-પગ તોડી નાખવાની ગંભીર ધમકી આપી હતી. ફરિયાદ બાદ દિલીપ શાહની ધરપકડ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં નિવૃત્ત હીરા વેપારીએ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે દિલીપ હરીલાલ શાહ (ઉં.વ. 69, રહે. વીરભદ્ર રેસિડન્સી, પીપલોદ) અને પરેશ હરીલાલ શાહ (રહે. ફ્લોરન્સ રેસિડન્સી, વીઆઈપી રોડ, વેસુ) વિરુદ્ધ આઈપીસી હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે પીઆઈ જાડેજાએ દિલીપ શાહની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દશેરાની રાત્રે ગરબા જોવા ગયેલી 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ:હાથ પકડી, ઢસડીને વાડાના ઉકરડા પાછળ લઈ ગયો; માઈકમાં એનાઉન્સમેન્ટ થતાં જ ભાગ્યો, પાડોશી યુવક જેલહવાલે
    Next Article
    Yoga, Millets, Vaccines: S Jaishankar On How India Is Building Stronger Ties

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment