Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરસના ભૂકાની આડમાં દારૂની હેરાફેરી:પાદરા-જંબુસર રોડ પર પોલીસે ફિલ્મી ઢબે આઈસરનો પીછો કર્યો, દારૂના જથ્થા સહિત 10.38 લાખનો મુદ્દામાલ જપ્ત

    16 hours ago

    વડોદરા ગ્રામ્ય વડુ પોલીસે બાતમીના આધારે પાદરા-જંબુસર રોડ પર વોચ ગોઠવી આરસના પથ્થરના વેસ્ટ ભુકાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ ચાલકે આઈસરને વધુ સ્પીડમાં ભગાડી હતી જો કે પોલીસે પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મુવાલ ચોકડીએ આઈસરને અટકાવવાનો પ્રયાસ કર્યો આ અંગે વડુ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની આઈસરમાં દારૂનો જથ્થો ભરીને મુવાલ તરફ જઈ રહી છે. ત્યારે મુવાલ ચોકડી પાસે પોલીસે આઈસરને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે આઈસર ઉભી રાખવાને બદલે બેરિકેડ તોડીને ભગાડી મૂકી હતી. પોલીસે તાત્કાલિક પીછો કરી ગવાસદ ગામ પાસે આઈસરને આંતરી લીધી હતી. 3 લાખના દારૂનો જથ્થો જપ્ત બાદમાં પોલીસે આઈસરની તપાસ કરતા ઉપરના ભાગે આરસ પથ્થરના વેસ્ટ ભુકાની થેલીઓ ભરેલી હતી. આ થેલીઓ હટાવતા નીચેથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3,08,052 રુપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર, મોબાઈલ સહિત રૂપિયા 10,38,802નો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે આઈસર ચાલક ચુનીલાલ ચૌહાણ (ઉંમર 48 વર્ષ, રહે. મૂળ રાજસ્થાન, હાલ પાદરા ટાઉન)ની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શેત્રુંજી નદીમાં વનરાજાનું શાહી સ્નાન:અમરેલીમાં 44 ડિગ્રી તાપમાનથી બચવા સિંહો શેત્રુંજી નદીમાં ઉતર્યા, પાણીમાં કલાકો સુધી રહ્યાં
    Next Article
    Patan Scrap Godown Fire | પાટણ ભંગારના ગોડાઉનમાં લાગી આગ | Plastic Fire | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment