Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી.:રાજ્યભરના 103 ઉમેદવારોમાં 35મો રેન્ક પ્રાપ્ત કર્યો

    6 days ago

    વલ્લભ વિદ્યાનગર સ્થિત આર.એન. પટેલ ઇપ્કોવાલા સ્કૂલ ઓફ લૉ એન્ડ જસ્ટિસના પૂર્વ વિદ્યાર્થી ધ્રુવી કામધારે સિવિલ જજની પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમણે રાજ્ય સ્તરે લેવાયેલી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 103 સફળ ઉમેદવારોમાંથી 35મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ધ્રુવી કામધાર બીબીએ એલએલબી (હોન્સ.) 2019–20 બેચના વિદ્યાર્થી છે. તેમની આ સિદ્ધિ કાનૂની ક્ષેત્રમાં તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. નિષા નાયરએ ધ્રુવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ધ્રુવીની સફળતા સંસ્થામાં અપાતા શિક્ષણની ગુણવત્તા દર્શાવે છે. તેમની આ સિદ્ધિ વર્તમાન વિદ્યાર્થીઓ અને કાનૂની ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 75,200 પર ટ્રેડ થઈ રહ્યો છે:નિફ્ટીમાં 300 પોઈન્ટની તેજી; આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    ILSASS વિદ્યાર્થીની દિવ્યાંકી હાડિયાની જિલ્લા ક્રિકેટ ટીમમાં પસંદગી:ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સિનિયર વુમન્સ ટૂર્નામેન્ટમાં આણંદનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment