Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના નાથ રામનાથ મહાદેવની સાંજે 103મી વરણાંગી નીકળશે:પાલખી યાત્રાનું ઠેર-ઠેર ફૂલોથી સ્વાગત કરાશે, રાસની રમઝટ વચ્ચે રસ્તાઓ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠશે

    22 hours ago

    આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, ત્યારે રાજકોટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવની 103મી પાલખી યાત્રા નીકળશે. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભકતો જોડાશે અને ઠેર-ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. આ ઉપરાંત જ્યારે અલગ-અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થશે ત્યારે પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરાશે. રામનાથ મહાદેવની બપોરે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે વરણાંગીનો પ્રારંભ કરાશે. આજે ભગવાન ખુદ લોકોને દર્શન આપવા નીકળશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શા માટે નીકળે છે વરણાંગી? આજથી 103 વર્ષ પૂર્વે આ પાલખીયાત્રાની શરૂઆત થઈ હતી. 103 વર્ષ પહેલા ફાટી નીકળેલા પ્લેગ નામના રોગથી રાજકોટ વાસીઓને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે, સ્વયંભૂ રામનાથ દાદા આપ ગ્રામ દેવતા છો, તમોને બે હાથ જોડી અરજ કરૂ છું કે મારી પ્રજા ઉપર જે પ્લેગનો રોગ ઘેર-ઘેર છે તે આપ દુર કરો. જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે તો રામનાથ મહાદેવની પાલખી યાત્રા શહેરમાં ફેરવશે અને તે સમયે રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. મહાદેવ સદૈવ રાજકોટ શહેરની રક્ષા કરે તેવી પ્રાર્થના સાથે 103મી પાલખી યાત્રા કાઢવામાં આવશે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનાથ મહાદેવની વરણાંગીનો રૂટ સ્વયંભૂ રામનાથ મહાદેવની વરણાંગી મંદિરેથી બપોરે 3.30 વાગ્યે શરૂ થઇ અને પછી રામનાથપરા મેઈન રોડ થઇ કોઠારીયા નાકા, કોઠારીયા નાકાથી પેલેસ રોડ, પેલેસ રોડથી આશાપુરા મંદિર પાછળ થઇ કરણપરા ચોક, કરણપરા ચોકથી કિશોરસિંહજી રોડ, કિશોરસિંહજી રોડથી પરત પેલેસ રોડ, પેલેસ રોડથી જયરાજ પ્લોટ, જયરાજ પ્લોટથી રામમઢી ચોક, રામમઢી ચોકથી હાથીખાના મૈન રોડ, હાથીખાના મૈન રોડથી રામનાથ મહાદેવના મેઈન રોડ અને ત્યાંથી પરત રામનાથ મહાદેવ મંદિર આવશે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ-યુદ્ધનો ખર્ચ ઉઠાવવા પોર્ન પર ટેક્સ લગાવશે યુક્રેન:236 કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ, 30 હજાર ડ્રોન ખરીદી શકાશે
    Next Article
    કાનાલુસ રેલવે ફાટક પાસેથી બાઈક ચોરાઈ:30 ઓગસ્ટના રોજ બનેલી ઘટનામાં ફરિયાદીએ 6 સપ્ટેમ્બરે મેઘપર પોલીસે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment