Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસની હાઇરાઇઝ બિલ્ડિંગોનો એરોનોટિકલ સર્વે થશે:102.7 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગોને ઓથોરિટીએ ડિમોલિશનની નોટિસ ફટકારતા બિલ્ડરો હાઇકોર્ટ પહોંચ્યા હતા

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાધિકારીઓને વિવિધ ઇમારતોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ 6 ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી માગના જવાબમાં આપવામાં આવ્યો છે. જેમને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક નિર્ધારિત ઊંચાઈ કરતા વધુ બાંધકામ કરવા બદલ અને વિમાનોની અવરજવર માટે જોખમ ઊભું કરવા બદલ ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. NOC મેળવ્યા બાદ મહત્તમ 102.7 મીટરની ઊંચાઈ ધરાવતા ટાવર્સ બનાવ્યા અરજીમાં જણાવ્યા મુજબ માહિલ ઇન્ફ્રા, અબજીબાપા ઇન્ફ્રા, પ્રેયસ ઇન્ફ્રા, બાલાજી ડેવલપર્સ, કલશ ઇન્ફ્રા અને પાર્થ ડેવલપર્સ દ્વારા હંસપુરા, નરોડા, નાના ચિલોડા અને આસપાસના વિસ્તારોમાં અનુમતિ મેળવ્યા બાદ બાંધકામ કરાયુ છે. જે મુજબ આ ડેવલપર્સે તમામ સત્તાધિકારીઓ પાસેથી NOC મેળવ્યા બાદ મહત્તમ 102.7 મીટરની ઊંચાઈ ધરાવતા બહુમાળી ટાવર્સ બનાવ્યા છે. જો કે સત્તાધિકારીઓનો આગ્રહ હતો કે નિયત મર્યાદા કરતા વધારાનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે, જેથી તેને દૂર કરવું જોઈએ. બિલ્ડરોએ ડિમોલિશનની નોટિસને પડકારી હતી વર્ષ 2024માં દાખલ કરવામાં આવેલી આ અરજીઓમાં બિલ્ડરોએ ડિમોલિશનની નોટિસને પડકારી હતી અને એરોનોટિકલ સ્ટડીની માગ કરી હતી. તેમનો દાવો છે કે તેમનું બાંધકામ મ્યુનિસિપલ ડેવલપમેન્ટની પરવાનગી મુજબ જ છે. ઊંચાઈમાં જે તફાવત દેખાય છે તે જમીનની એલિવેશનમાં નોંધાયેલા તફાવતને કારણે છે, કોઈ અનધિકૃત કે વધારાના બાંધકામને કારણે નહીં. તેઓએ સિવિલ એવિએશન મંત્રાલયના વર્ષ 2015ના નિયમો હેઠળ એરોનોટિકલ સ્ટડી કરાવવાની માગ કરી હતી. બિલ્ડરોએ મૂળ NOCનો ભંગ કર્યો: એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ ઓથોરિટીએ આ અરજીઓનો વિરોધ કરતા જણાવ્યું હતું કે બિલ્ડરોએ મૂળ NOCનો ભંગ કર્યો છે. નિયમો મુજબ જ્યાં સુધી બાંધકામને મૂળ પરવાનગી મુજબ લાવવામાં ન આવે, એટલે કે વધારાનો ભાગ તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી સુધારેલી ક્લિયરન્સ કે એરોનોટિકલ સ્ટડી પર વિચાર કરી શકાય નહીં. એરોનોટિકલ સર્વેનો ખર્ચ ડેવલપર્સ ભોગવશે બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ એટલે કે સત્તાધિકારીઓનો એવો આગ્રહ કે અરજદારોએ સર્વે પહેલા બાંધકામનો વાંધાજનક ભાગ તોડી પાડવો જોઈએ, તે આ કેસની હકીકતો જોતા અયોગ્ય અને અસમર્થનીય છે. જેથી હાઇકોર્ટે સત્તાધિકારીઓને એરોનોટિકલ સર્વે હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે અને તેનો ખર્ચ ડેવલપર્સે ભોગવવાનો રહેશે. કોર્ટે ડેવલપર્સને આપેલી નોટિસો રદ કરી કોર્ટે નોંધ્યું હતું કે ડિમોલિશનનો આગ્રહ રાખવો અને સર્વેની ના પાડવી તે તર્કહીન અને મનસ્વી છે, ખાસ કરીને જ્યારે નજીકના સમાન પ્રોજેક્ટ્સને સુધારેલી ઊંચાઈની મંજૂરી આપવામાં આવી હોય. કોર્ટે ડેવલપર્સને આપેલી નોટિસો રદ કરી દીધી છે. પરંતુ સ્પષ્ટતા કરી છે કે સર્વે પૂર્ણ થયા બાદ જો વધારાનું બાંધકામ જણાશે, તો સત્તાધિકારીઓ તેને દૂર કરવાનો આદેશ આપી શકશે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર લાતિ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:વેપારીઓમાં સંગઠન અને પારિવારિક નિકટતા વધારવાના હેતુથી આયોજન
    Next Article
    દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો:નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment