Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસનું 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0':2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી; 638 આરોપીની ધરપકડ

    2 weeks ago

    રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસે મોટું અભિયાન ચલાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ હેઠળ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ અભિયાન દરમિયાન 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે 565 FIR નોંધાઈ અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ખસેડવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને ‘મ્યૂલ અકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.આવા ખાતાઓ મારફતે નાણાંની હેરફેર અને મની લોન્ડરિંગ કરવામાં આવતું હોવાથી ગુજરાત પોલીસે આ નેટવર્કને તોડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. 491 ગુનાનું ગુજરાત સાથે સીધું કનેક્શન વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસ કમિશ્નર કચેરીઓ, રેન્જ કચેરીઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનથી મળેલા ડેટાના વિશ્લેષણના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાનમાં કુલ 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી હતી,જેમાંથી 491 ગુનાઓ ગુજરાત સાથે સીધા સંકળાયેલા હતા.રાજ્યના તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરી બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગ દ્વારા સંકલિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓપરેશનના લીધે ATM,ચેક દ્વારા ઉપાડમાં જોવા મળેલા ફેરફાર RBI AIની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય. આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. IDPICને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ સામે નાગરિકોએ ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ પ્રક્રિયાઓ કરવા જણાવ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે. ભારતમાં ઈન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે.જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી.ઈન્ટરનેટ ઉપભોક્તાઓમાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઈન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. બ્રોડબેન્ડ કનેક્શનમાં પણ 16 ટકાનો વધારો થયો છે. ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી, પરંતુ આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એવી જ રીતે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે.તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
    Click here to Read More
    Previous Article
    ESIC-હોસ્પિટલમાં 9 વર્ષથી કામ કરતા કર્મચારીઓને નોટિસ વિના છૂટા કરાયા:સુરતમાં પગાર કૌભાંડ સામે અવાજ ઉઠાવતા દ્વેષભાવ રાખ્યાનો આક્ષેપ
    Next Article
    Viramgam Bulldozer Demolition LIVE | Ahmedabad ના વિરમગામમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર | Dargah |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment