Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહપુર અને સરદારનગરમાં પીસીબીના દરોડા:રિવરફ્રન્ટ મેટ્રો બ્રિજ પાસે રીક્ષામાંથી 102 લિટર દેશી દારૂ અને કુબેરનગરમાં 300 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

    1 day ago

    અમદાવાદના શાહપુર વિસ્તારમાં ભવન્સ કોલેજ નજીક મેટ્રો બ્રિજ પાસે મોડી રાત્રે પીસીબીએ 102 લીટર દેશી દારૂનો જથ્થો રીક્ષામાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે રીક્ષાચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે રીક્ષા નંબરના આધારે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે. રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળી મળતી માહિતી મુજબ પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, શાહપુર સાબરમતી રિવરફ્રન્ટ તરફથી વિઠ્ઠલ સૈયદની ચાલી પાસેથી એક રીક્ષામાં દેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે ભવન્સ કોલેજની આગળ મેટ્રો બ્રિજ નીચેના તરફ ખુલ્લા મેદાન પાસે વોચ ગોઠવી રીક્ષાને ઉભી રાખવામાં આવી હતી. 102 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જોકે રીક્ષાચાલક રીક્ષા મૂકી અને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. અંધારામાં તેને પકડવા માટે દોડ્યા હતા, પરંતુ અંધારું વધારે હોવાના કારણે તેનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે રીક્ષામાં પોલીસે તપાસ કરી તો પાછળના ભાગે પેસેન્જર સીટ પર અલગ અલગ છ જેટલા મોટા પ્લાસ્ટિકના થેલા મળી આવ્યા હતા. જે થેલાની અંદર તપાસ કરતાં દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. 102 લીટર જેટલો મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને રીક્ષા નંબરના આધારે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અન્ય વિસ્તારમાંથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપાયો શહેરના સરદારનગર વિસ્તારમાંથી પણ પીસીબી દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આવતાં કુબેરનગર નહેરુનગરના મકાન આદર્શનગર સ્કૂલ પાછળ આવેલા ઇલે.પોલ નંબર KF 2143ની સામે આવેલી એક સીડી વાળા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સિલબંધ બોટલો તથા બીયરના ટીન મળી કુલ બોટલ નંગ 301 કિ.રૂ. 1,91, 142ની જપ્ત કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે કુબેર નગર વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. સપના ઉર્ફે બળેલી સુકેન ગારંગે રહે.કુબેરનગર અને નીતેશભાઇ શેતાનસીંહ મીણેકર રહે. 38 ચાલીસ મકાન સરદાર ગ્રામ રેલ્વે સ્ટેશન પાસે કુબેરનગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ, 65 હજારથી વધુ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે
    Next Article
    India emerges as global education hub, sees 8% rise in foreign students annually

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment