Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જલારામ બાપાને 10×10 ફૂટનો મહારોટલો ધરાવાયો:85 કિલો બાજરા-જુવારના લોટમાંથી ચાર બહેનોએ બે કલાકની મહેનતે તૈયાર કર્યો, વર્લ્ડ રેકોર્ડમાં નોંધ

    1 day ago

    જામનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 10×10 ફૂટનો વિશાળ મહારોટલો તૈયાર કરીને જલારામ બાપાના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો. આ મહારોટલો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલો છે. ગુરુ ભોજલરામ બાપાની પરંપરાને અનુસરી મહારોટલો ધરાવાયો જન્મજયંતી સમિતિ દ્વારા આયોજિત ઉજવણી અંતર્ગત આ વિશાળ રોટલો ધરાવવામાં આવ્યો હતો. જલારામ સેવા ટ્રસ્ટ, જામનગરના રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું હતું કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને પરંપરાગત રીતે રોટલો ધરાવવામાં આવતો હતો. આ જ પરંપરા અને ભાવનાને અનુસરીને જલારામ બાપાની જન્મજયંતીએ મહારોટલો અર્પણ કરવામાં આવ્યો છે. 85 કિલો લોટમાંથી બે કલાકમાં તૈયાર કર્યો રોટલો 10×10 ફૂટનો આ મહારોટલો બનાવવા માટે 85 કિલો બાજરા અને જુવારનો લોટ, 28 કિલો લિટર પાણી તથા 2 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચાર બહેનોએ સતત બે કલાકની મહેનત કરીને આ વિશાળ રોટલો તૈયાર કર્યો હતો. મહાઆરતી બાદ ભક્તોને અપાશે પ્રસાદ સાંજે મહાઆરતી યોજાયા બાદ ઉપસ્થિત ભક્તોને આ મહારોટલાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. જલારામ બાપાની જન્મજયંતીએ તૈયાર કરાયેલો આ વિશાળ રોટલો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશન બાદ સુરતમાં 'ભૂતિયા અધિકારી'?:'ઓન ડ્યુટી SMC' લખેલી બાઈક સાથે હપ્તા ઉઘરાવનારનો બીજા દિવસ પણ પત્તો નહિ; ઉચ્ચ અધિકારીઓ-પોલીસ ગોથે ચડ્યાં
    Next Article
    California Restaurant Reinstates Nvidia Plaque After Brief Removal Amid Jensen Huang Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment