Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:1010 આવાસો સહિત કુલ રૂ.751 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, લેઉવા પટેલ બોર્ડિંગ ભવન ખુલ્લું મુકશે, RTOનાં નવા ટેસ્ટ ટ્રેક-કચેરીનું લોકાર્પણ

    15 hours ago

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે(28 માર્ચ) રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે ગરીબોને 1010 આવાસો સોંપવા સહિત મનપા તંત્રના રૂ. 751 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત નવનિર્મિત અત્યાધુનિક બોર્ડિંગ ભવનનું લોકાર્પણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી કરશે. સાથે જ ભક્તિનગર સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ તેમના હસ્તે કરાશે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ આયોજિત અભિવાદન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. આ સાથે જ મુખ્યમંત્રીનાં હસ્તે RTOનાં નવા ટેસ્ટ ટ્રેક તેમજ કચેરીનું લોકાર્પણ કરાશે. જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે પાણી ભરાયેલુ ન રહે તે માટે રૂ.1 કરોડથી વધુના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત પણ કરાશે. RMCનાં રૂ. 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજકોટ શહેરના વિકાસને માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આ પૈકીનાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને કેટલાક નવા કામોનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. જેમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે આશયથી બનેલા 1010 આવાસોનું લોકાર્પણ કરી સીએમ 1000 જેટલા પરિવારોને ઘરના ઘરની ભેંટ આપશે. તેમજ રૈયાધારનાં અને ઘંટેશ્વરનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવાનાં તેમજ નવા ભળેલા વિસ્તારોમાં પાણીનું વિતરણ યોગ્ય રીતે કરી શકાય તે માટે બનનારા 150 MLDનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત અલગ-અલગ 40 વિકાસકામોનું ખાતમુહૂર્ત સીએમનાં હસ્તે કરાશે. આમ મહાપાલિકાનાં રૂ. 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ બપોરે 03:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. લોકાર્પણ થનારા પ્રકલ્પો 1) રેલનગર આવાસ યોજના (EWS-II) અને દુકાનો: ખર્ચ: રૂ. 119.05 કરોડ વિગત: ટી.પી. સ્કીમ નં.19 (રાજકોટ)માં 25071.15 ચો.મી. ક્ષેત્રફળમાં 1010 આવાસો અને 47 દુકાનો તૈયાર કરવામાં આવી છે. સુવિધાઓ: દરેક આવાસમાં 40.00 ચો.મી. કાર્પેટ એરિયા, હોલ, બેડરૂમ અને રસોડું છે. આ ઉપરાંત રૂફટોપ સોલાર સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, ડીજી જનરેટર સેટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને આંગણવાડી જેવી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. 2) રૈયાધાર ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP): ખર્ચ: રૂ. 33.30 કરોડ ક્ષમતા: 23 MLD વિગત: રૈયાધાર ખાતે કાર્યરત 56 MLD પ્લાન્ટની બાજુમાં જ આ નવો પ્લાન્ટ તૈયાર થયો છે, જે વિસ્તારની સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં વધારો કરશે. 3) ઘંટેશ્વર વિસ્તાર માટે નવો STP: ખર્ચ: રૂ. 30.85 કરોડ ક્ષમતા: 15 MLD વિગત: આ નવા પ્લાન્ટ સાથે 5 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ઘંટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ થશે. 4) ઘંટેશ્વર સીવેજ પમ્પિંગ સ્ટેશન અને પાઈપલાઈન: ખર્ચ: રૂ. 15.81 કરોડ વિગત: આ પ્રકલ્પમાં બે પમ્પિંગ સ્ટેશન (SPS-1 અને SPS-2) તેમજ રાઈઝિંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 5) રેલનગર હેડવર્ક્સ ખાતે GSR: ખર્ચ: રૂ. 8.27 કરોડ ક્ષમતા: 139 લાખ લીટર વિગત: પાણીના સંગ્રહ માટે ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યું છે, જેનાથી રેલનગર વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત મળશે. 6) રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાધુનિક એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરશે. આ કચેરી કુલ 4150 ચોરસમીટરમાં રૂ. 9.78 કરોડના ખર્ચે અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રૂ. 81.02 લાખના ખર્ચે તૈયાર કરાયો છે. જેનો લાભ વાર્ષિક 89,950 અરજદારોને મળશે. વિગત : આ નવી વ્યવસ્થાથી ડ્રાઈવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે નાબૂદ થશે. બપોરે 3 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ હાઈટેક સુવિધા રાજકોટની જનતાને સમર્પિત કરશે. નવા એઆઈ ટ્રેકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કુલ 17 હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા અને સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ દરમિયાન વાહનચાલક ક્યાંય પણ લાઈન ટચ કરે, રિવર્સમાં ભૂલ કરે કે ટ્રાફિક નિયમ ચૂકે તો સેન્સર તરત જ તે ડેટા કેપ્ચર કરી લેશે. આ ડેટાનું વિશ્લેષણ એઆઈ સોફ્ટવેર દ્વારા થશે અને કોઈપણ અધિકારીની સહી વગર સીધું જ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝલ્ટ જનરેટ થશે. જો તમારી ડ્રાઈવિંગ સ્કિલ પરફેક્ટ નહીં હોય તો સિસ્ટમ તમને તરત જ ‘ફેઈલ’ જાહેર કરી દેશે. અત્યાર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટમાં વચેટિયાઓ દ્વારા ‘સેટિંગ’ થતું હોવાની ફરિયાદો હતી, પરંતુ હવે મશીન સામે કોઈની ભલામણ ચાલશે નહીં. જે અરજદાર ખરેખર ગાડી ચલાવતા જાણતો હશે તેને જ લાઇસન્સ મળશે. ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરતા પહેલા ઉમેદવારોને એક વીડિયો ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. જેમાં ટેસ્ટ કેવી રીતે આપવી તેની સંપૂર્ણ સમજ હશે. ટેસ્ટ પૂરી થયા બાદ ઉમેદવારને એક ‘કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ’' આપવામાં આવશે જેથી તેને ખબર પડે કે તેણે કયા પોઈન્ટ પર ભૂલ કરી છે. ખાતમુહૂર્ત થનારા નવા પ્રકલ્પો 1) બાંધકામ વિભાગ (રૂ. 368.01 કરોડ): આ વિભાગ દ્વારા કુલ 29 કામો શરૂ થશે. જેમાં શહેરના મુખ્ય માર્ગોનું મજબૂતીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નવી જાહેર ઈમારતોના નિર્માણનો સમાવેશ થાય છે, જે ટ્રાફિક અને માર્ગ સુવિધાઓમાં સુધારો લાવશે. 2) વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગ (રૂ. 173.17 કરોડ): પાણી પુરવઠાને લગતા 7 મહત્વપૂર્ણ કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરના નવા ભળેલા વિસ્તારો અને જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં નેટવર્ક વિસ્તૃત કરવામાં આવશે. 3) ડ્રેનેજ વિભાગ (રૂ. 1.96 કરોડ): શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે 3 નવા કામો શરૂ કરવામાં આવશે. 4) રોશની વિભાગ (રૂ. 75 લાખ): માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા (Street Lights) મજબૂત કરવા માટેનાં એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 5) રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરનાં બાપુનગરથી શરૂ કરી નાડોદાનગરમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે.ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં આજના કાર્યક્રમની વિગતવાર માહિતી બપોરે 12.30 કલાકે: અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિતિ. બપોરે 3.00 કલાકે: પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રાજકોટ મહાપાલિકાના રૂ. 207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. અને 1,000 પરિવારોને ઘરના ઘરની ભેંટ અપાશે. સાંજે 4.15 કલાકે: મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ લાભાર્થી વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. સાંજે 4.30 કલાકે: બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રી કરશે.
    Click here to Read More
    Previous Article
    IPLની શરૂઆત પહેલાં જ ચેન્નઈને મોટો ઝટકો:સ્નાયુઓમાં ખેંચાણથી ધોની 2 અઠવાડિયા સુધી મેચ રમી શકશે નહીં, CSKએ પોસ્ટ કરી માહિતી આપી
    Next Article
    8 મહિના બાદ આવતીકાલથી નવી મુંબઈ સાથે હવાઈ સેવાનો પ્રારંભ:ઈન્ડિગો એરલાઇન્સની ભાવનગર-નવી મુંબઈ વચ્ચે સવાર-સાંજ બે ફ્લાઈટ, જાણો શું રહેશે સમય અને ભાડું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment