Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    101 તોપોની સલામીથી ગુંજ્યું હતું સોમનાથ:84 વર્ષીય ભાસ્કરભાઈ વૈધે 1951ના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નજેર નિહાળેલી યાદો વાગોળી

    9 hours ago

    અરબી સમુદ્રના કિનારે રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર સોમનાથમાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. દેશના પ્રધાનમંત્રી તથા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઉજવાતા આ ઐતિહાસિક મહોત્સવે 11 મે 1951 ની ગૌરવગાથાને ફરી એકવાર જીવંત બનાવી દીધી છે. 84 વર્ષીય ભાસ્કરભાઈ વૈધે વાગોળી સ્મૃતિઓ આ પ્રસંગે પ્રભાસ પાટણના ઇતિહાસ રસિક અને હાલ 84 વર્ષની વય ધરાવતા ભાસ્કરભાઈ વૈધે 75 વર્ષ પહેલાં યોજાયેલા સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આંખે જોવેલી ઐતિહાસિક ક્ષણોને જીવંત શબ્દોમાં વર્ણવી હતી. તેમની વાતોમાં માત્ર સ્મૃતિ નહીં પરંતુ એક આખા યુગનો ગૌરવશાળી ઇતિહાસ ધબકતો જણાતો હતો. 10 વર્ષની ઉંમરે નિહાળ્યો હતો ભક્તિનો મહાસાગર ભાસ્કરભાઈએ જણાવ્યું હતું કે, “તે સમયે મારી ઉંમર માત્ર 10 વર્ષની હતી. હું મારા પિતાજી સાથે સોમનાથ મંદિર ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યો હતો. આખું પ્રભાસ પાટણ ‘જય સોમનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જ્યાં નજર જાય ત્યાં માત્ર શ્રદ્ધાળુઓનો મહાસાગર જ દેખાતો હતો.” 101 તોપોની સલામીથી ગુંજી ઉઠ્યું પ્રભાસ પાટણ તેમણે યાદ કરતાં જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં 101 તોપો ગોઠવવામાં આવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ક્ષણે 101 તોપોની સલામી આપવામાં આવી હતી. તોપોના ગડગડાટ સાથે સમગ્ર પ્રભાસ પાટણમાં ભક્તિ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી, જે દ્રશ્ય આજે પણ રૂંવાડા ઉભા કરી દે તેવું હતું. સમુદ્રમાં 101 નાવડીઓનો અદભુત જયઘોષ માત્ર જમીન પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ આ ઐતિહાસિક ક્ષણનો અનોખો નજારો સર્જાયો હતો. સોમનાથ મંદિર સામેના અરબી સમુદ્રમાં 101 થી વધુ નાવડીઓમાં માછીમાર સમાજના લોકો વિહાર કરતા જોવા મળ્યા હતા. તમામ નાવડીઓમાંથી “જય સોમનાથ”ના ગર્જતા જયઘોષ સંભળાતા હતા. સમુદ્રના મોજાં અને જયઘોષ વચ્ચે સર્જાયેલું તે દ્રશ્ય આજે પણ પોતાની આંખો સામે તરતું હોવાનું ભાસ્કરભાઈ ભાવુક બની કહી રહ્યા હતા. ભાટિયા ધર્મશાળામાં પ્રસાદના અખૂટ ભંડાર તે સમયની વ્યવસ્થાઓ અંગે વાત કરતાં ભાસ્કરભાઈએ જણાવ્યું હતું કે, ભાટિયા ધર્મશાળાના અનેક રૂમોમાં બુંદીના લાડુ અને ગાંઠિયાના પ્રસાદના ઢગલા કરવામાં આવ્યા હતા. દેશના અનેક ખૂણેથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ માટે દિવસ-રાત સતત પ્રસાદ વિતરણની સેવાઓ ચાલતી હતી. રેતી અને ખુલ્લા મેદાનો બન્યા હતા ભક્તોનું નિવાસસ્થાન તેમણે કહ્યું કે હાલની જેમ તે સમયે હોટલો, ગેસ્ટહાઉસો કે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. લાખો લોકો ઉમટતા રહેવા માટે જગ્યા ઓછી પડી ગઈ હતી. અનેક શ્રદ્ધાળુઓ દરિયાકિનારાની રેતીમાં, રસ્તાઓની બાજુમાં અને ખુલ્લા મેદાનોમાં જ રાત્રિ વિતાવતા હતા, છતાં દરેકના મુખ પર સોમનાથના દર્શનનો સંતોષ હતો. ભાલકા વિસ્તારમાં ઉભું કરાયું હતું હંગામી રેલવે સ્ટેશન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશના અનેક રાજ્યોમાંથી લોકો સરળતાથી પહોંચી શકે તે માટે પ્રભાસપાટણ નજીક ભાલકા વિસ્તારમાં હંગામી રેલવે સ્ટેશન પણ ઉભું કરવામાં આવ્યું હતું. તે સમયના સંસાધનો મુજબ આ એક અત્યંત વિશાળ, સાહસિક અને અનોખી વ્યવસ્થા ગણાતી હતી. પાણીની સુવિધા માટે ઠેર-ઠેર કુંડીઓનું નિર્માણ ભાસ્કરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તે સમયમાં નળજળ યોજના કે અત્યાર જેવી પાણીની સુવિધા નહોતી. લાખો શ્રદ્ધાળુઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ઠેર ઠેર મોટી કુંડીઓ બનાવવામાં આવી હતી. સેવાભાવી લોકો સતત પાણી અને પ્રસાદની સેવા બજાવતા હતા. 101 પવિત્ર નદીઓના જળથી મહાઅભિષેક તેમણે જણાવ્યું કે 11 મે 1951 ના રોજ જ્યારે નૂતન સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે દેશ-વિદેશની 101 પવિત્ર નદીઓ, સરિતાઓ, સાગરો અને સરોવરોમાંથી મંગાવેલા પવિત્ર જળ દ્વારા મંદિર પર મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેક રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો હતો. સોમનાથ મ્યુઝિયમમાં સચવાયેલા ઇતિહાસના સાક્ષી આ ઐતિહાસિક પ્રસંગમાં ઉપયોગમાં લેવાયેલા જળના કળશો આજે પણ સોમનાથ મ્યુઝિયમ ખાતે સંગ્રહિત રાખવામાં આવ્યા છે, જે સોમનાથના ગૌરવશાળી પુનર્જાગરણના જીવંત સાક્ષી બની આજે પણ ઇતિહાસને સાચવી રહ્યા છે અને આવનારી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે. નવી પેઢી માટે સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર આજે જ્યારે સોમનાથમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાસ્કરભાઈ જેવા જીવંત સાક્ષીઓની યાદો માત્ર ઇતિહાસ નહીં પરંતુ નવી પેઢી માટે આસ્થા, સંસ્કૃતિ અને રાષ્ટ્રગૌરવની અમૂલ્ય ધરોહર બની રહી છે. આ સ્મૃતિઓ સોમનાથના પુનઃનિર્માણની સંઘર્ષગાથાને ફરી પ્રજ્વલિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા તાલુકા પંચાયતના AAP સદસ્ય પર જીવલણે હુમલો:પ્રવીણ મકવાણા પર અજાણ્યા શખસો લાકડીઓ અને પાઈપ લઈ તૂટી પડ્યા, ગંભીર હાલતમાં બોટાદની હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હવે GCAS પર કોલેજો ફ્રીમાં ફોર્મ ભરી દેશે, ગરમીનો પારો છટક્યો આજે 42 ડિગ્રીને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment