Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરની લાઇબ્રેરીમાં વાંચીને 101 યુવાનોએ સરકારી નોકરી મેળવી:140 વર્ષ જૂની લાઇબ્રેરીમાં 19 હજાર પુસ્તકો, રોજ 100થી વધુ ઉમેદવારો કરે છે તૈયારી;રાજવી મહારાણા નારણદેવજીએ સ્થાપના કરાવી હતી

    8 hours ago

    વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી 140 વર્ષ જૂની મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને વર્ષ 2011થી અત્યાર સુધીમાં 101 યુવક-યુવતીઓએ સરકારી નોકરી મેળવી છે. હાલમાં રોજ 100થી વધુ ઉમેદવારો અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ધરમપુર નગરપાલિકા સંચાલિત આ લાઇબ્રેરીમાં 19 હજાર પુસ્તકો ઉપલબ્ધ છે અને અહીં વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના ઉમેદવારો પણ વાંચવા માટે આવે છે. વિદ્યાર્થીઓની માગ મુજબ પરીક્ષાનાં પુસ્તકો અને અખબારોની વ્યવસ્થા ધરમપુર નગરપાલિકા સંચાલિત આ લાઇબ્રેરીમાં 19 હજાર પુસ્તકોનો સંગ્રહ છે, જ્યાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારીના ખેરગામ અને વાંસદા તાલુકાના ઉમેદવારો પણ તૈયારી કરવા આવે છે. વિદ્યાર્થીઓની માગ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનાં પુસ્તકો અને અખબારોની વ્યવસ્થા કરવામાં આવે છે. બપોરે ઘરે જવામાં સમય ન બગડે તે માટે ઉમેદવારો ટિફિન સાથે લાવે છે અને લાઇબ્રેરીમાં જમ્યા બાદ ફરી વાંચવા બેસે છે. રાજવી નારણદેવજીએ 1886માં સ્થાપેલી લાઇબ્રેરીનું નગરપાલિકા દ્વારા સંચાલન ધરમપુરના રાજવી મહારાણા નારણદેવજીએ નિરક્ષરતા દૂર કરવાના હેતુથી 1 ઓક્ટોબર, 1886ના રોજ આ લાઇબ્રેરીની શરૂઆત કરી હતી, જેનું સંચાલન વર્ષ 1952થી ધરમપુર નગરપાલિકા કરે છે. ગ્રંથપાલ નિમેષ ભટ્ટે જણાવ્યું હતું કે પરીક્ષાના સમયે રજાના દિવસોમાં પણ લાઇબ્રેરી સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવે છે, જ્યારે નગરપાલિકા પ્રમુખ મયંક મોદીએ આદિવાસી અને ગરીબ યુવાઓના ભવિષ્ય માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું જણાવ્યું હતું. અહીં તૈયારી કરીને કોન્સ્ટેબલ સહિત વિવિધ પદો પર યુવાનો પસંદ થયા લાઇબ્રેરીમાં વાંચીને કોન્સ્ટેબલ બનેલા રાજેશ પવાર હવે PSI-PI બનવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતા પ્રમોદ યાદવ 5 વખત પ્રિલિમ્સ અને મેઇન્સ પાસ કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત નિરાલી ગાંવિત સ્ટાફ નર્સની પરીક્ષાની તૈયારી કરે છે, તેમજ મેહુલ પટેલ અને વિમલ પટેલે પણ અહીં 1 વર્ષ અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી છે. લાઇબ્રેરી અને ગ્રંથપાલને ગુજરાત સરકારના એવોર્ડથી સન્માનિત કરાયા ધરમપુરની આ લાઇબ્રેરીને વર્ષ 2014માં શ્રેષ્ઠ લાઇબ્રેરી અને વર્ષ 2023માં સર્વશ્રેષ્ઠ બાળ લાઇબ્રેરીનો ગુજરાત સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સાથે જ લાઇબ્રેરીના ગ્રંથપાલ નિમેષ ભટ્ટને પણ તેમની કામગીરી બદલ 2 વખત શ્રેષ્ઠ ગ્રંથપાલ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝે ITC નર્મદામાં ફાફડા-જલેબી-ખમણની મજા માણી:મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી અપાશે, મેટ્રો રાત્રે 11:30 સુધી દોડશે; અહીં કરજો વાહન પાર્ક
    Next Article
    Why People Are Willing To Pay Rs 7,000/Litre For Donkey Milk From A Himachal Farm

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment