Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવનો ભસ્મ અને લાલ પુષ્પોથી અલૌકિક શૃંગાર:શ્રાવણ સુદ ચોથ નિમિત્તે 101 કિલોથી વધુ પુષ્પોનો ઉપયોગ, દર્શન કરી ભક્તો ભાવવિભોર

    8 hours ago

    પવિત્ર શ્રાવણ માસની શ્રાવણ સુદ ચોથના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો ભસ્મ અને લાલ પુષ્પોથી અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા, અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. શ્રાવણ સુદ ચોથ નિમિત્તે પૂજારીઓ દ્વારા સોમનાથ મહાદેવને વિશિષ્ટ રીતે શૃંગારિત કરાયા હતા. ભસ્મથી આભૂષિત સોમેશ્વરનું સ્વરૂપ વૈરાગ્ય અને શાશ્વતતાનો સંદેશ આપતું હતું, જ્યારે લાલ પુષ્પોની સજાવટ જીવનના રંગ, પ્રેમ અને લાગણીનું પ્રતીક બની હતી. હિંદુ આધ્યાત્મિક પરંપરામાં ભસ્મનું વિશેષ મહત્ત્વ છે. ભસ્મ જીવનની ક્ષણભંગુરતાનું સ્મરણ કરાવે છે, જ્યારે શિવતત્ત્વને શાશ્વત માનવામાં આવે છે. મહાદેવના આ ભસ્મ સ્વરૂપમાં ભક્તોને સંસારના મોહથી પર રહી પરમ સત્ય તરફ આગળ વધવાનો સંદેશ મળે છે. બીજી તરફ, લાલ પુષ્પો જીવનના ઉત્સાહ, પ્રેમ અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. મહાદેવના ચરણોમાં અર્પણ કરાયેલા લાલ પુષ્પો સાથે ભસ્મનો સંગમ જીવન અને મૃત્યુ, વૈરાગ્ય અને પ્રેમ, તથા સર્જન અને સંહાર વચ્ચેના આધ્યાત્મિક સંતુલનનો સંદેશ આપી રહ્યો હતો. આ વિશેષ શૃંગારમાં પીળા પુષ્પો અને ગુલાબ સહિત 101 કિલોથી વધુ પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિવિધ પુષ્પોની સુગંધ અને રંગોથી મહાદેવનું સ્વરૂપ વધુ મનોહર બની ઊઠ્યું હતું. ગર્ભગૃહમાં થયેલા આ વિશેષ શૃંગારના દર્શન માટે ભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાનના વિશિષ્ટ શૃંગાર અને ધાર્મિક અનુષ્ઠાનો ભક્તિનું વાતાવરણ સર્જી રહ્યા છે. સુદ ચોથના દિવસે ભસ્મ અને પુષ્પોના અનોખા સંગમે શિવભક્તોને આધ્યાત્મિક ચિંતનનો અવસર આપ્યો હતો. મહાદેવના દિવ્ય દર્શન સાથે મંદિર પરિસર 'ૐ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભસ્મનું વૈરાગ્ય અને પુષ્પોની ભક્તિ — આ બન્નેમાં શિવ જ શાશ્વત સત્ય છે તેવો સંદેશ પ્રગટ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં PGVCL ટ્રાન્સફોર્મરમાં લાગી આગ,:તુરખા રોડ પર કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી, વીડિયો વાયરલ
    Next Article
    શારજહાથી અમદાવાદ આવેલું દંપતી 32 લાખના સોના સાથે ઝડપાયું:દાગીના ઉપરાંત કોસ્મેટિક આઈટમ મળી આવી, કપડા નીચે છુપાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment