Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની સુપ્રીમ લીડર કહ્યું- પિતા ખામેનીના મોતનો બદલો લઈશું:ટ્રમ્પ બોલ્યા- ઈરાન પર 1000 મિસાઈલો ટાર્ગેટ કરી રાખી છે, મને મારવાની કોશિશ કરી તો તબાહ કરી દઈશું

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તો અમેરિકા એવો જવાબ આપશે જે પહેલા ક્યારેય જોવા મળ્યો નહીં હોય. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે ઈરાન તરફ 1000 મિસાઈલો તૈયાર છે અને જરૂર પડ્યે હજારો વધુ મિસાઈલો છોડવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને તેમના પર હુમલો કર્યો તો ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે. તેમણે દાવો કર્યો કે જવાબી કાર્યવાહીના આદેશો પહેલેથી જ આપવામાં આવ્યા છે અને અમેરિકી સેના સંપૂર્ણપણે તૈયાર છે. બીજી તરફ, ઇઝરાયલી મીડિયા કાન ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાએ ઇઝરાયલમાંથી તેના 12 F-22 સ્ટેલ્થ ફાઇટર જેટ પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ વિમાનો ફેબ્રુઆરીથી ઇઝરાયલના ઓવદા એરબેઝ પર તૈનાત હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા અને તેમણે તાજેતરના હુમલાઓમાં પણ ભાગ લીધો હતો. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ ઈરાન બોલ્યું- ઇઝરાયલે હુમલો કર્યો તો બચશે નહીં: ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે કહ્યું કે જો ઇઝરાયલ તેના મહત્વના ઠેકાણાઓ પર ફરી હુમલો કરશે તો તેનો સખત જવાબ આપવામાં આવશે. આ પહેલા ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ હુમલાની ચેતવણી આપી હતી. અમેરિકાએ કહ્યું- હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ નથી: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના એ દાવાને નકારી કાઢ્યો કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર તેનો નિયંત્રણ છે. CENTCOM એ કહ્યું કે અત્યાર સુધીમાં 800 થી વધુ વેપારી જહાજો અને 38 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ હોર્મુઝ પાર કરી ગયા છે. કતારે અમેરિકા અને ઈરાનથી તણાવ ઓછો કરવાની અપીલ કરી: કતારે બંને દેશોને કરારનું પાલન કરવા અને વાતચીત ચાલુ રાખવા અપીલ કરી. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર જાળવી રાખવા પર ભાર મૂક્યો. રશિયાએ કહ્યું- બ્રિટન, ફ્રાન્સ, જર્મનીએ અમેરિકા-ઇઝરાયલનો સાથ આપ્યો: UNSCની કટોકટી બેઠકમાં રશિયાના પ્રતિનિધિએ આરોપ લગાવ્યો કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાનના નાગરિક માળખા પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓનું સમર્થન કર્યું. IEAની ચેતવણી- તેલ પુરવઠા પર ખતરો: આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) એ કહ્યું કે જો અમેરિકા-ઈરાન તણાવ વધશે તો વૈશ્વિક તેલ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે અને ઉર્જા સંકટ લાંબુ ખેંચાઈ શકે છે. મિડલ ઇસ્ટની પરિસ્થિતિ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Himachal Pradesh Landslide Update: भूस्खलन की तस्वीरों ने डराया! मलबे में दबी गाड़ियां | Shimla News
    Next Article
    ગુજરાત પરથી વરસાદનાં વાદળો ગાયબ:ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં શિક્ષકોનાં ધરણાં, ગિરનાર ચઢતાં બાળકને સિંહ ખેંચી ગયો, ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment