Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સરકારી સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા લાંબી લાઈન:1000થી વધુ ફોર્મનું વિતરણ, 7 એપ્રિલથી સ્વીકારાશે; 16 એપ્રિલથી સેશનનો પ્રારંભ

    5 days ago

    પાટણ શહેરના સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સ્વિમિંગ પુલ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્વિમિંગ રસિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે લાંબી લાઈનો જોવા મળી હતી. અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ગુરુવારે ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી 7 એપ્રિલ, 2026થી ભરેલા ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. સ્વિમિંગ પુલ 16 એપ્રિલ, 2026થી કાર્યરત થશે અને સ્વિમિંગ સેશનનો પ્રારંભ થશે. ફીના માળખા અંગેની વિગતો મુજબ, સામાન્ય નાગરિકો માટે ફોર્મ ફી 50 રૂપિયા અને માસિક 600 રૂપિયા લેખે 4 મહિનાના 2400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 2550 રૂપિયા ચૂકવવાના રહેશે. વિદ્યાર્થીઓ માટે એક માસની ફી 600 રૂપિયા અને 100 રૂપિયા આઈ કાર્ડ ફી મળી કુલ 700 રૂપિયા રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેની બેચ 20 એપ્રિલ, 2026થી 19 મે, 2026 દરમિયાન ચાલશે. આ બેચનો સમય સવારે 8 થી 9 અને 9 થી 10 કલાકનો રહેશે. બહેનો માટે બપોરે 3:45 થી 4:45 વાગ્યા સુધીનો અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે. સ્વિમિંગ શીખવા માટે નાગરિકોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 300થી વધુ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા
    Next Article
    સંચાલકોએ ફરજિયાત બોર્ડ મારવા પડશે, પનીર અસલી છે કે 'એનાલોગ':આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની કડક સૂચના, નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment