Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડિયા ખાતે 1000 સિલિન્ડરનું બુકીંગ, પણ આવ્યા માત્ર 300: ગેસ એજન્સી પર ધસારો

    2 days ago

    યુદ્ધની પરિસ્થિતિના કારણે રાંધણ ગેસ સીલીન્ડરની વ્યવસ્થા ખોરવાશે તેવી આશંકાએ જિલ્લાભરમાં લોકોએ બુકીંગ કરાવવા પડાપડી કરી છે. વડીયામાં 1000ના વેઈટીંગ સામે માત્ર 300 સીલીન્ડર આવતા ગેસ એજન્સી પર આજે ભારે ધસારો જોવા મળ્યો હતો. દેશની સરકારથી લઈને અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ રાંધણ ગેસના સીલીન્ડરની કોઈ અછત નહી હોવાનું કહેતું હોવા છતાં લોકોમાં ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવવા માટે પડાપડી જોવા મળી રહી છે. સરકારે હવે એલપીજીનું બુકીંગ 21 દિવસના બદલે 30 દિવસે કરવાનું નક્કી કર્યું છે. મોટી સંખ્યામાં લોકો એકથી વધુ સીલીન્ડર ધરાવે છે અને ઘરના ચાલુ વપરાશના સીલીન્ડરમાં 10 થી 15 દિવસ ચાલે તેટલો ગેસ પડ્યો હોવા છતાં સાવચેતી ખાતર ઘરમાં ખાલી પડેલા સીલીન્ડરોનું બુકીંગ પણ કરાવી રહ્યા છે. હાલમાં અછત નથી. પણ આવનારા સમયમાં અછત થઈ શકે છે તેવા વિચારે એડવાન્સમાં બુકીંગ કરાવાઈ રહ્યું છે. જો કે તેના કારણે ઓનલાઈન બુકીંગ માટેનું સર્વર ધીમું ચાલી રહ્યું છે અને લોકોને સીલીન્ડર બુક કરાવવામાં રાહ જોવી પડી રહી છે અને અન્ય અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વધુ પડતા બુકીંગના કારણે મોટું વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. વડીયામાં પણ આવું જ થયું છે. અહીં 1000 લોકોએ ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવ્યું છે. જેની સામે આજે ગેસની માત્ર એક જ ગાડી આવી હતી. માત્ર 300 સીલીન્ડર ઉપરથી આવતા વડીયા ગેસ એજન્સી પર લોકોએ ધસારો કરી મુક્યો હતો. અહીં કલાકો સુધી લાંબી લાઈન જોવા મળી હતી. મામલતદાર કચેરી ખાતે પણ લોકો રજૂઆત કરવા દોડી ગયા હતા. બીજી તરફ લીલીયામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિજયભાઈ વિરાણી, રાજુભાઈ ગરણીયા વિગેરે અહીંની ગેસ એજન્સી ખાતે દોડી ગયા હતા અને સીલીન્ડરનું નિરીક્ષણ કરી ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળા સીલીન્ડર અપાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીં પણ રજીસ્ટ્રેશન માટે સર્વર ધીમું ચાલી રહ્યું છે. આપના કાર્યકરો આ મુદ્દે રજૂઆત કરવા માટે લોકો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા. સીએનજી, પાઈપલાઈન મારફત ગેસ વિતરણમાં કોઈ અવરોધ નહી અમરેલી શહેરના ઘણાખરા વિસ્તારમાં લોકોને પાઈપલાઈન મારફત ઘરે ઘરે ગેસ કનેકશન અપાયા છે. આ ગેસ વિતરણમાં હાલમાં તબક્કે કોઈ અવરોધ નથી. આવી જ રીતે વાહનો માટેના સીએનજીનું વિતરણ પણ નિયમીત થઈ રહ્યું છે. લીલીયા મામલતદારે તપાસની ખાતરી આપી આમ આદમી પાર્ટના કાર્યકરોએ અહીની એજન્સીમાં એક્સપાયરી ડેટ વાળા સીલીન્ડર અપાતા હોવાની રજૂઆત કરતા લીલીયાના મામલતદારે આ મુદ્દે આવતીકાલે તપાસ કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:સાવરકુંડલાને હવે રોજ 8 એમએલડી પાણી શેલ દેદુમલ ડેમમાંથી મળશે
    Next Article
    નબળા વિકાસની હરણફાળ:માત્ર 10 દિવસ બનેલો પુલ ધરાશાયી !, બાઢડામાં લામધાર નદી પર પરા વિસ્તારને જોડતો પુલ 5 લાખના ખર્ચે બન્યો હતો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment