Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં રોજગાર મેળામાં 1000થી વધુ યુવાનો ઉમટ્યા:12થી વધુ કંપનીઓએ 550થી વધુ જગ્યાઓ માટે ભરતી કરી, 300થી વધુની પ્રાથમિક પસંદગી

    15 hours ago

    તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા ઉકાઈમાં જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. મંગળવારે યોજાયેલા આ મેળામાં તાપી જિલ્લામાંથી 1000થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી 300થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં 12થી વધુ કંપનીઓ અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેમણે કુલ 550થી વધુ અલગ-અલગ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. ધોરણ 8 પાસથી લઈને ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા યુવાનો માટે નોકરીની તકો હતી. આમાં ટ્રેઇની, મશીન ઓપરેટર, એપ્રેન્ટિસ, વેલ્થ એડવાઈઝર, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન અને ફિટર જેવા પદોનો સમાવેશ થાય છે. કંપનીઓના પ્રતિનિધિઓએ ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યૂ લીધા હતા. તેમણે પસંદગી પ્રક્રિયા પૂરી કરી અને કારકિર્દી અંગે ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોક ગામીતે યુવાનોને સરકારની રોજગારલક્ષી સેવાઓ અને ભરતી મેળાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડબલ આવાસ લેનાર સામેથી આવ્યા:રાજકોટ મનપાની બે સ્કીમમાં એકસાથે આવાસ લાગ્યા હોવાનો બચાવ કર્યો, 11 આસામીને ડબલ આવાસ મુદ્દે મેયર અને આવાસનાં ચેરમેને આપ્યા તપાસના આદેશ
    Next Article
    Woman With H-1B Visa And 6-Figure Salary Leaves US To Return To India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment