Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભૂતે' 100 મકાન તોડ્યા તેમાં SMC કનેક્શન:ડિમોલિશન કરવા JCB કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત ભાડે લઈ ગયો'તો; સોપારી કોણે આપી તે મોટો સવાલ

    1 सप्ताह पहले

    સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં વગર નોટિસે થયેલી ડિમોલિશનની એક મોટી કાર્યવાહી હવે ભારે વિવાદ અને રહસ્યના વમળમાં ફસાઈ ગઈ છે. કાયદેસરની પ્રક્રિયાના નામે ડિમોલિશન કરવા ગયેલા બુલડોઝરો પાછળ કોઈ સરકારી આદેશ નહોતો, પરંતુ પડદા પાછળનો કોઈ ખેલ હતો તેવા ચોંકાવનારા ખુલાસાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ આ સમગ્ર મામલામાંથી સત્તાવાર રીતે પોતાનો હાથ ખેંચી લીધો છે, જેને પગલે હવે આ આખું ઓપરેશન કોઈ ખાનગી સોપારી અથવા લેન્ડ ગ્રેબિંગની રમત હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોસીન ફ્રુટવાલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આખા પ્રકરણનો સૌથી મોટો કડીરૂપ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, અમારી પાસે આ મશીનો સુરત મહાનગરપાલિકાના જ જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે માંગ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીન મંગાવ્યા હોવાથી અમને કોઈ શંકા ગઈ નહોતી. મોસીનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિ જ સીધી રીતે સામેલ છે. ‘ડિમોલિશન અંગે SMCએ કોઈ આદેશ કે મંજૂરી આપી નથી’ નાસીરનગરમાં જ્યારે જેસીબી મશીનો ગર્જ્યા ને મકાનો તોડી પાડવામાં આવ્યા, ત્યારે સ્થાનિકો એમ જ સમજી રહ્યા હતા કે આ મહાનગરપાલિકાની કોઈ કાયદેસરની ઝુંબેશ છે. પરંતુ આશ્ચર્ય વચ્ચે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ ડિમોલિશન સાથે પાલિકાને કોઈ લેવાદેવા નથી. SMC તરફથી આવો કોઈ જ આદેશ કે મંજૂરી આપવામાં આવી નહોતી. પાલિકાના આ નિવેદને આખા શહેરમાં સનસનાટી મચાવી દીધી છે કે જો વહીવટી તંત્ર સામેલ નહોતું, તો પછી કાયદાનો ડર રાખ્યા વિના આટલી મોટી હિંમત કોણે કરી? આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલ વ્યક્તિ જ સીધી રીતે સામેલ આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોસીન ફ્રુટવાલાની પૂછપરછ કરવામાં આવી. મોસીન ફ્રુટવાલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આખા પ્રકરણનો સૌથી મોટો કડીરૂપ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમે તો મશીનો ભાડે આપવાનો પ્રોફેશનલ વ્યવસાય કરીએ છીએ. અમારી પાસે આ મશીનો સુરત મહાનગરપાલિકાના જ જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે માંગ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીન મંગાવ્યા હોવાથી અમને કોઈ શંકા ગઈ નહોતી. મોસીનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિ જ સીધી રીતે સામેલ છે. કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત ભૂગર્ભમાં આ સમગ્ર કૌભાંડની મુખ્ય કડી હવે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત તરફ લંબાઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા જ્યારે આ અંગે તેજુ રાજપૂતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમની ભૂમિકા વધુ શંકાસ્પદ જણાતી હતી. પ્રથમ વખત ફોન ઉપાડીને તેમણે માત્ર એટલું જ કહ્યું કે, હું અત્યારે હોસ્પિટલમાં છું, પછી ફોન કરો. આટલી વાત કર્યા બાદ તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી મીડિયા અને અન્ય લોકો દ્વારા વારંવાર પ્રયાસો કરવા છતાં તેજુ રાજપૂતે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું છે અને હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સત્ય સામે લાવવા માટે તેમને જવાબ આપો અનિવાર્ય બન્યું છે. બિલ્ડર-સરકારી અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ અગાઉ વેડ દરવાજા જેલની બ્રિજ પાસે આવેલા નાસીરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વહીવટી તંત્રની કોઈ પણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ આપ્યા વિના જ ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી હતી. આ ડિમોલિશનના કારણે છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી ત્યાં વસવાટ કરતા આશરે 55 જેટલા ગરીબ અને શ્રમિક પરિવારો કડકડતી ઠંડી અને ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ સમગ્ર મામલે આશ્ચર્યજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરે એવો દાવો કર્યો કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. તંત્રના આ નિવેદન બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને ખાનગી બિલ્ડર તેમજ સરકારી અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બિલ્ડરના માણસો અવારનવાર ધમકી આપતા હતા હકીકતમાં નાસીર નગરના રહીવાસીઓને પોતાના વર્ષો જૂના આશિયાના પર બુલડોઝર ફરી વળશે તેવી આશંકા અને ગંધ અગાઉથી જ આવી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ખાનગી બિલ્ડરના માણસો અવારનવાર આ વિસ્તારમાં આવીને ધાક-ધમકી આપતા હતા અને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને જગ્યા ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. બિલ્ડરના માણસો કહેતા હતા કે જો તમે જાતે મકાનો ખાલી નહીં કરો, તો જેસીબી અને બુલડોઝર લાવીને તમારા મકાનો તોડી પાડવામાં આવશે. સ્થાનિકોએ 15 ઓક્ટોબર, 2025એ જવાબદાર અધિકારીઓને અરજી આપી હતી આ ભયના માહોલ વચ્ચે પોતાના હક્ક અને ન્યાય માટે નાસીરનગરના રહીશોએ સંગઠિત થઈને ગત 15 ઓક્ટોબર, 2025એ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, સુરત શહેરના પોલીસ કમિશનર, નોર્થ (કતારગામ) ઝોનના ઝોનલ અધિકારી તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિતમાં સંયુક્ત અરજી આપી હતી. આ અરજી પર મ્યુનિસિપલ કમિશનર કચેરી તેમજ કતારગામ ઝોનની ડીસ્પેચ શાખાના સિક્કા અને 15 ઓક્ટોબર, 2025ની તારીખ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સાબિત કરે છે કે વહીવટી તંત્ર આ ગંભીર પરિસ્થિતિથી સંપૂર્ણ માહિતગાર હતું. ‘50 વર્ષથી રહે છે’ રહીશોએ તંત્રને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ આ જગ્યા પર 50 વર્ષથી વધુ સમયથી કાચા-પાકા મકાનો બનાવીને શાંતિપૂર્વક રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જ તેઓને લાઈટ બિલ, વેરા બિલ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેના નિયમિત પુરાવા પણ તેઓ ધરાવે છે. જો કે, મહાનગરપાલિકાના રેકોર્ડ અથવા વેરા બિલ પર "HOLDER SURAT MUNICIPAL CORPORATION" લખેલું આવે છે, જેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ભૂમાફિયા અને ડેવલપરો આ ગરીબોની જમીન હડપ કરવા સક્રિય બન્યા હતા. સ્થાનિકોએ વહીવટી તંત્રને વિનંતી કરી હતી કે જો સરકારના કોઈ વિકાસકાર્ય અર્થે આ જમીનની જરૂર હોય, તો તેઓ કાયદાકીય નીતિ-નિયમો મુજબ વિસ્થાપિતોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપે, પરંતુ કોઈ ખાનગી વ્યક્તિના સ્વાર્થ માટે બુલડોઝરની ધમકી આપીને તેઓને બેઘર ન કરવામાં આવે. કયા કાયદા હેઠળ ખાનગી બિલ્ડરે આટલું મોટું ડિમોલિશન કરી નાખ્યું? આમ છતાં, ગરીબ શ્રમિકોની આ લેખિત આજીજી અને કાયદેસરની અરજીને તંત્ર દ્વારા કચરાટોપલી ભેગી કરી દેવામાં આવી હોય તેમ કોઈ પણ પ્રકારની સત્તાવાર નોટિસ આપ્યા વિના જ આખરે નાસીરનગરને જમીનદોસ્ત કરી દેવાયું. હવે જ્યારે મકાનો તૂટી ગયા છે, ત્યારે પાલિકા કમિશનર આ ડિમોલિશનમાં પોતાનો હાથ હોવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ અનેક સવાલો ઊભા કરે છે કે જો મહાનગરપાલિકાએ આ ડિમોલિશન નથી કર્યું, તો કતારગામ ઝોન જેવા વ્યસ્ત વિસ્તારમાં પોલીસ અને તંત્રની નાકની નીચે કયા કાયદા હેઠળ ખાનગી બિલ્ડરે આટલું મોટું ડિમોલિશન કરી નાખ્યું? આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું-18 વર્ષનો સાર્થક CBI કરતાં પણ વધુ હોશિયાર:સાર્થકે CBSEના OSM પોર્ટલમાં ખામીનો પર્દાફાશ કર્યો, આ યુવાનોની જીત
    Next Article
    કેનેડામાં હત્યા, 23 દિવસે પાર્થિવદેહ બોરસદ પહોંચ્યો:વિધિ મેઘાને ભારે હૈયે અંતિમ વિદાય અપાઈ, પરિવાર સાથે પંથક શોકમગ્ન; નિયાગ્રામાં સ્ટડી અને નોકરી કરતી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment