Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહુના એકતરફી પ્રેમમાં પાગલ કાકા-સસરાનું કારસ્તાન:ચલણી નોટ પર પીડિતાના ફોટા સાથે અભદ્ર લખાણની ચિઠ્ઠી ચોંટાડી રોડ પર ફેંકી, 100 CCTV તપાસી આરોપીને દબોચ્યો

    6 hours ago

    ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતાને બદનામ કરવા અને તેના લગ્ન તોડાવવા માટે જાહેર રસ્તાઓ પર ચલણી નોટો પર પરિણીતાનો ફોટો, સરનામું, નંબર અને બદનામ કરતું લખાણ ચોંટાડીને ફેંકી દેવાના ચોંકાવનારા કિસ્સાનો સામે આવ્યો છે. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસીને પરિણીતાના જ સગા કાકા-સસરાની ધરપકડ કરી છે. પીડિતાના ફોટા સાથે અભદ્ર લખાણની ચિઠ્ઠી ચોંટાડી રોડ પર ફેંકી ઓઢવમાં રહેતી અને ઘરેથી બ્યુટી પાર્લર ચલાવતી 36 વર્ષીય પરિણીતા ગત 21 જુલાઈથી 4 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અજાણ્યા લોકોના ફોન અને વોટ્સએપ મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતાં માલૂમ પડ્યું કે કોઈ શખ્સ નરોડા, રામોલ ટોલટેક્સ, હાટકેશ્વર સર્કલ, સીંગરવા અને ઓઢવ એસ.પી. રિંગરોડ જેવા જાહેર વિસ્તારોમાં રસ્તા પર ચલણી નોટો ફેંકી દેતો હતો. ચલણી નોટ પર પરિણીતાનો ફોટો, ઘરનું સરનામું, મોબાઈલ નંબર અને અભદ્ર લખાણ લખેલી ચિઠ્ઠીઓ ચોંટાડેલી હતી. આ નોટો રસ્તા પરથી મેળવીને લોકો પરિણીતાને ફોન કરી હેરાન કરતા હતા, જેથી પરિવારમાં ભારે કંકાસ ઊભો થયો હતો. સીસીટીવીથી મદદથી પોલીસે આરોપીને દબોચ્યો 4 સપ્ટેમ્બરના રોજ ઓઢવ એસ.પી. રિંગરોડ ખાતે જાનવી આર્કેડના પાર્કિંગમાંથી એક જાગૃત નાગરિકને આવી નોટ મળતાં તેમણે પરિણીતાના પરિવારને જાણ કરી હતી. પરિણીતાએ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જાનવી આર્કેડના સીસીટીવીમાં એક શખ્સ એક્ટિવા પર આવીને નોટ ફેંકતો જોવા મળ્યો હતો, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વહુના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી સંબંધમાં પીડિતાનો સગો કાકા-સસરા થાય છે. આરોપીને પોતાની પત્ની સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલતી હોવાથી તે વહુના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. છેલ્લા બે મહિનાથી વહુને પામવા માટે તેના લગ્નજીવનમાં ભંગાણ પાડવાના વિષયથી તેને બદનામ કરવા આ કૃત્ય આચર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોળીયાક ભાદરવી અમાસના લોકમેળાની તડામાર તૈયારીઓ:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરીને અપાયો આખરી ઓપ, ભાવનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની બેઠક યોજાઇ
    Next Article
    હિંમતનગરમાં ગોકુલેશ્વર મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ:શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોએ ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment