Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ‘હોર્ન’નો હલ્લો:હોસ્પિટલની નજીક 100 મીટરમાં 79.5, રહેણાંકમાં 78.8 ડેસિબલનું ધ્વનિ પ્રદૂષણ

    14 hours ago

    કચ્છના જિલ્લામથક ભુજમાં વિકાસની સાથે ધ્વનિ પ્રદૂષણની સમસ્યા પણ વકરી રહી છે. કારણ વગર પ્રેશર હોર્ન વગાડવા અને બેફામ ઘોંઘાટથી સાયલન્સ ઝોન પણ બાકાત રહ્યા નથી. જેની અસર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. ભુજમાં ધ્વનિ પ્રદૂષણની સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે પીક અવર્સ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સૌથી વધુ 79.5 ડેસિબલ અવાજ જી.કે. જનરલ હોસ્પિટલ અને હોસ્પિટલ રોડના 100 મીટરના સાયલન્સ ઝોનમાં નોંધાયો હતો. જ્યારે રહેણાંક વિસ્તાર ભાનુશાલી નગર અને બેન્કર્સ કોલોનીમાં 78.8 ડેસિબલ, તો કોર્મશિયલ વિસ્તાર બસસ્ટેન્ડ અને સ્ટેશન રોડ પર 75.5 ડેસિબલ ઘોંઘાટ નોંધાયો હતો. આ ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ભુજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ કચ્છના અન્ય તાલુકા મથકો અને હાઇવે પર પણ નિયમભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી જરૂરી છે. સબંધિત વિભાગો અને વહીવટી તંત્ર દ્વારા ખાસ ડ્રાઇવ યોજી વધુ અવાજ કરતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. ઉલ્લેખનીય છે કે, ભુજ સહિત જિલ્લાભરના તાલુકામથકોમાં વાહનોની વધતી સંખ્યા સાથે જ બિનજરૂરી હોર્ન વગાડવાની સાથે મોડિફાઇડ અને પ્રેશર હોર્નનો ઉપયોગ પણ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરી રહ્યો છે. ખાસ કરીને પીક અવર્સમાં મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતાં અવાજનું સ્તર વધુ ઊંચું જાય છે. કેટલાથી વધુ અવાજ નુકસાનકારક સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 119 મુજબ દેશમાં વાહનોના હોર્ન અને સાઇલેન્સરની અવાજની તીવ્રતા માટે મર્યાદા નક્કી કરાઇ છે. હોર્નનો અવાજ ઓછામાં ઓછો 93 ડેસિબલ અને મહત્તમ 112 ડેસિબલ હોવો જોઈએ. 112 ડેસિબલથી વધુ અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે. ડેસિબલ મીટરમાં 57 ડેસિબલ દર્શાવતો હોર્નનો અવાજ હોર્નની તીવ્રતા સેટ કરી શકાય છે તે પણ દર્શાવે છે. ખાસ કરીને ઇ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરમાં હોર્નની તીવ્રતા નિયમ મુજબ રાખવી જરૂરી છે વાહનોના હોર્ન માટે અવાજની મર્યાદા નક્કી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધોરણો મુજબ ધ્વનિ પ્રદૂષણ માટે વિસ્તાર પ્રમાણે અવાજની મર્યાદા નક્કી કરાઇ છે. રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 અને રાત્રે 45 ડેસિબલ, જ્યારે કોર્મશિયલ વિસ્તારમાં દિવસ દરમિયાન 65 અને રાત્રે 55 ડેસિબલની મર્યાદા છે. હોસ્પિટલ અને શૈક્ષણિક સંકુલ સહિતના સાયલન્સ ઝોનમાં દિવસ દરમિયાન 50 અને રાત્રે 40 ડેસિબલ સુધીનો અવાજ નિર્ધારિત છે.
    Click here to Read More
    Previous Article
    Amid shake-ups in UK politics, why immigration-critical leader Nigel Farage is again in focus
    Next Article
    મોરબીમાં વરસાદનું પાણી આફત લઇને આવ્યું:3 દિવસથી ક્લોરિનેશન વગર જ પાણી આપવામાં આવતું હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ અને મનપાનું ચલકચલાણું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment