Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગરબા આયોજનનો સૌથી મોટો 100 કરોડનો વીમો:6 આયોજકે 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લીધો, આ પ્રકારના સંભવિત જોખમોને આવરી લેવાયા

    6 hours ago

    સુરતમાં નવરાત્રિ મહોત્સવને લઈને આયોજકોએ સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે અધધ કરોડો રૂપિયાના વીમા કવચ લીધા છે. શહેરના 6 મોટા નવરાત્રિ આયોજકોએ ભેગા મળીને 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ ઉતરાવ્યો છે. જેમાં એક આયોજકનો વીમો તો એકલા હાથે 100 કરોડથી પણ વધુનો છે. આયોજનના કદ મુજબ 10 કરોડ, 25 કરોડ, 50 કરોડથી લઈને 100 કરોડ સુધીની વિવિધ વીમા પોલિસીઓ લીધી છે, જેથી ઇવેન્ટ દરમિયાન આગ, અકસ્માત કે કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા તો સંપત્તિને મોટું નુકસાન પહોંચે ત્યારે આર્થિક રક્ષણ મળી રહે. આ કરોડો રૂપિયાના વીમામાં આયોજન સ્થળે ઉપસ્થિત તમામ ખેલૈયાઓ અને મુલાકાતીઓને આવરી લેવામાં આવ્યા છે. જોકે, આ વર્ષની પોલિસીઓમાં એક મહત્વનો બદલાવ જોવા મળ્યો છે; હવામાન વિભાગની વરસાદની આગાહી અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ દ્વારા વરસાદના જોખમને આ પોલિસીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યું છે. આમ, કુદરતી વરસાદી વિક્ષેપ સિવાયની તમામ માનવીય અને ભૌતિક દુર્ઘટનાઓ સામે ખેલૈયાઓ તેમજ આયોજકોને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગ્લોબલ ગરબા વિલેજ સહિતના 6 મોટા આયોજકોએ ઇન્સ્યોરન્સ કરાવ્યો તોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ માધવાનીએ કહ્યું કે, આ વર્ષે નવરાત્રી માટે આયોજકોમાં ઇન્સ્યોરન્સને લઈને ગત વર્ષ કરતાં ઘણી મોટી ગંભીરતા જોવા મળી રહી છે. તેઓ માત્ર ફાયર ઇન્સ્યોરન્સ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ ખેલૈયાઓની સુરક્ષા તેમજ પોતાની લાયબિલિટી માટે પણ મોટા પાયે વીમો લઈ રહ્યા છે. 'આયોજકોએ સંભવિત જોખમોને આવરી લેવા માટે વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સ લીધા છે. અત્યાર સુધીમાં તેમની પાસે કુલ છ મોટા આયોજકોએ ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. જેમાં ગ્લોબલ ગરબા વિલેજ, સુવર્ણ, વાયપીડી જેવા મોટા પાયા પર થતા આયોજનો તેમજ અડાજણ અને લિંબાયત વિસ્તારમાં યોજાતા ગરબાના આયોજકોનો સમાવેશ થાય છે.' સુરતમાં આ વર્ષે નવરાત્રીમાં જે પ્રકારના સ્ટેજ અને ભવ્ય સેટઅપ તૈયાર થઈ રહ્યા છે, તે સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' સમાન છે. આયોજકોએ જે મોટા પાયે આર્થિક રોકાણ અને તૈયારીઓ કરી છે, તે જોતાં ભવિષ્યમાં પણ કદાચ આટલું ભવ્ય આયોજન ભાગ્યે જ જોવા મળે તેવો માહોલ સર્જાયો છે. સૌથી મોટા આયોજનોમાં વી.આર. મોલની સામે યોજાનાર ‘સુવર્ણ’, એક્સીલેન્સિયા સામે આવેલું ‘ગ્લોબલ વિલેજ’ તેમજ ‘વાયપીડી’ ખાતે યોજાનારા ગરબા મહોત્સવનો સમાવેશ થાય છે. 'આયોજકોના કુલ વીમાની રકમ આશરે 250 કરોડ જેટલી થાય' માધવાનીએ કહ્યું કે, ઉત્સવો પાછળ વધતો ખર્ચ, મજબૂત બનતા સરકારી નિયમો, ખેલૈયાઓની સલામતી તેમજ કોઈ અણધારી પરિસ્થિતિ કે નુકસાન સામે સુરક્ષા મળી રહે તે માટે આયોજકો દ્વારા ઇવેન્ટ કેન્સલેશન સહિતના મોટા વીમા કવચ લેવાયા છે. સુવર્ણ, ગ્લોબલ ગરબા અને વાયપીડી જેવા અગ્રણી આયોજકોએ આશરે 50થી 100 કરોડ સુધીના વ્યક્તિગત વીમા માટે અરજી કરી છે. સમગ્ર આયોજકોના કુલ વીમાની રકમ આશરે 225થી 250 કરોડ જેટલી થાય છે. ભાગદોડ કે કોઈપણ પ્રકારની જાનહાનિ સામે સંપૂર્ણ કવરેજ પૂરું પડાશે આ વીમા અંતર્ગત લગભગ 12 પ્રકારના સંભવિત જોખમોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં આગ લાગવી કે ભૂકંપ જેવી આફતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જો કોઈ અનિવાર્ય કારણોસર—જેમ કે રાજકીય અસ્થિરતા ઊભી થાય અથવા કોઈ નેતાના નિધનને પગલે રાજ્યવ્યાપી શોક કે મૌન રાખવાને કારણે કાર્યક્રમ રદ કરવો પડે—તો તેવા સંજોગોમાં એક દિવસના આશરે ₹20 લાખ સુધીનું નુકસાન ભરપાઈ કરવા માટેનું ઇન્સ્યોરન્સ કવર પણ આયોજકોએ લીધું છે. ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની સુરક્ષા માટે ભાગદોડ કે કોઈપણ પ્રકારની જાનહાનિ સામે સંપૂર્ણ કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. સાથે જ આયોજકોની જવાબદારી અને રિસ્કને ધ્યાનમાં રાખીને, જો કોઈ બેદરકારી, ખાનપાનમાં કોઈ તકલીફ કે અન્ય વિવાદને કારણે આયોજક સામે કોર્ટ કેસ થાય, તો વકીલની ફી, કાનૂની ખર્ચ તેમજ ચૂકવવાપાત્ર વળતર સામે રક્ષણ મેળવવા આયોજકોએ પોતાને પણ વીમા હેઠળ સુરક્ષિત કર્યા છે. પહેલેથી જ વરસાદની આગાહી હોય ત્યારે પોલિસી અપાતી નથી વરસાદને લઈને ઇન્સ્યોરન્સ લેવામાં નથી આવ્યો એવું નથી, પરંતુ ઇન્સ્યોરન્સ માંગવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ કંપનીઓ આટલા ટૂંકા સમયગાળા માટે અને જ્યારે પહેલેથી જ વરસાદની આગાહી હોય ત્યારે પોલિસી અપાતી નથી. આ કારણોસર કંપનીઓ દ્વારા વરસાદથી થતા નુકસાન સામે ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યો નથી. વરસાદની આગાહીના કારણે આયોજન કેન્સલ થવા બાબતે તેઓ જણાવે છે કે આનાથી કોઈ મોટો ફર્ક નહીં પડે. છેલ્લા બે-ત્રણ વર્ષથી જોવા મળી રહ્યું છે કે નવરાત્રિ દરમિયાન દર વર્ષે વરસાદ પડતો જ હોય છે, છતાં પણ આયોજનો રદ થયા વિના સફળતાપૂર્વક ચાલતા રહ્યા છે. વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તેમજ ટેન્ટ તૈયાર સુરતના આયોજકો દ્વારા ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તેમજ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી ખેલૈયાઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે. ખેલૈયાઓએ માત્ર પોતાના ઘરેથી ગ્રાઉન્ડ સુધી પહોંચવાનું રહેશે, ત્યારબાદ હંમેશ મુજબ ધામધૂમથી નવરાત્રિ રમી શકાશે.
    Click here to Read More
    Previous Article
    નવસારી LCBની ટીમને DGP એ સન્માનિત કરી:ટીમ 10 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડ્યા. મોસાદ જેવી ટેક્નોલોજીથી ગુનાનો ભેદ ઉકેલ્યો
    Next Article
    West UP के गांव से कैसे ज़हर Delhi तक पहुंचता है? | Ground Report | Gangnauli |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment