Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિનામૂલ્યે માળીકામ કરતું ગ્રૂપ આવાં વધુ 100 વૃક્ષ બચાવશે:વિકાસ કામોને લીધે કપાતાં વૃક્ષોને બચાવવાની ઝુંબેશ: 6 માસમાં પ્રકૃતિપ્રેમીઓના ગ્રૂપે 20 ઘટાદાર વૃક્ષનું સફળ રિપ્લાન્ટેશન કર્યું

    2 days ago

    શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામોને કારણે કપાતમાં જતાં જૂના અને ઘટાદાર વૃક્ષોને બચાવવા માટે ‘આબાદ અમદાવાદ’ ગ્રૂપે એક ઝુંબેશ શરૂ કરી છે. આ પ્રકૃતિપ્રેમીઓએ છેલ્લા છ મહિનામાં 20 વૃક્ષને મૂળ સોતાં ઉખેડીને સીએન વિદ્યાલય કમ્પાઉન્ડમાં સફળતાપૂર્વક રિપ્લાન્ટ કર્યાં છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી વધુ 100થી વધુ વૃક્ષોને રિપ્લાન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. છેલ્લાં 18 વર્ષથી સીએન વિદ્યાલય ખાતે સવારે વિનામૂલ્યે માળીકામ કરતા ગ્રૂપના સભ્યોને આ વિચાર આવ્યો હતો. વન વિભાગ આવાં વૃક્ષનું સ્થળાંતર કરાવવા અને ખાડો ખોદવા મોટાં મશીનો વિનામૂલ્યે પૂરાં પાડે છે. આંબાવાડી, સાબરમતી રેલવે સ્ટેશન, નારણપુરામાંથી વૃક્ષ મૂળ સોતાં ઉખાડી રિપ્લાન્ટ કર્યાં છેલ્લા છ મહિનામાં આંબાવાડી રોડ, સાબરમતી રેલવે સ્ટેશન, નારણપુરામાંથી પીપળો, ગુલબાઈ ટેકરા અને જોધપુરમાં સ્પીપા પાસેનાં 10 વૃક્ષ સહિત કુલ 20 વૃક્ષને સીએન વિદ્યાલય કમ્પાઉન્ડમાં રિપ્લાન્ટ કરવામાં આવ્યા છે. રેલવેનાં 100 વૃક્ષનું સ્થળાંતર કરાશે જજીસ બંગ્લો રોડ પરથી પીપળો અને થલતેજ મંદિરના બે ઘેઘૂર પીપળાનું સીએન વિદ્યાલયમાં રિપ્લાન્ટેશન કરાશે. ઉપરાંત રેલવે વિભાગનાં 100 વૃક્ષનું રિપ્લાન્ટેશન કરાશે, જેમાંથી 20 સીએન વિદ્યાલયમાં અને 60થી 70 વૃક્ષ રેલવેની જમીન પર જ સ્થળાંતરિત કરાશે. સીએનમાં પ્રકૃતિની સેવા દરમિયાન વિચાર આવ્યો ગ્રૂપના સભ્યો સહિત અન્ય સેવાભાવીઓ 2007થી પ્રકૃતિની સેવા કરે છે. ગરમી કે ઠંડી જોયા વિના દરરોજ સવારે 6.30થી 8 વાગ્યા સુધી સીએન વિદ્યાલયમાં વિનામૂલ્યે છોડવા ઉછેરનું કામ કરે છે. આ કામ દરમિયાન રિપ્લાન્ટેશનનો વિચાર આવ્યો હતો. - કનુભાઈ પટેલ, આબાદ અમદાવાદ ગ્રૂપ
    Click here to Read More
    Previous Article
    રોડ-બિલ્ડિંગ કમિટીની દરખાસ્તને મંજૂરી:કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવા રોડ એકસરખા ડિઝાઇન કરાશે
    Next Article
    રામોલ ફટાકડા બ્લાસ્ટ:ફાયર NOC જ્વલનશીલ પદાર્થોના સ્ટોરેજ માટે હતી, મેહુલે લાઇસન્સ લેવા ફેક્ટરીનું નામ બદલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment