Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, એડમિનિસ્ટ્રેટર બોલ્યા-'આ મસાલાવાળી ખબર નથી'

    9 hours ago

    સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ અસર થતા દોડધામ મચી. શનિવારે રાત્રિના હોસ્ટેલની મેસજમાં પનીરનું શાક, રોટલી અને ફ્રાય રાઈસ ખાધા બાદ તબિયત લથડી. જેના કારણે સંસ્થાની 6 જેટલી બસોમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. જાણ થતા વાલીઓ પણ સંસ્થા પર દોડી આવ્યા. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી. પાંચની હજી પણ સારવાર ચાલી રહી છે. ફૂડ પોઈઝનીંગના બનાવના કલાકો બાદ હોસ્ટેલના એડમિનિસ્ટ્રેટર મીડિયા સમક્ષ આવ્યા. પરંતુ, હોસ્ટેલના ફૂડના કારણે આ ઘટના બની હોવાનો ઈન્કાર કર્યો. ઉલ્ટાનું મીડિયાને સલાહ આપવા લાગ્યા કે 'આ મસાલાવાળી ખબર નથી'. જાણ થતા વાલીઓ પણ સંસ્થા પર દોડી આવ્યા. અહીં રહેતા વિદ્યાર્થીઓને અયોગ્ય ભોજન અપાતું હોવાનો આક્ષેપ કરાયો. જાણ થતા વાલીઓ હોસ્ટેલ પર દોડી આવ્યા જયેન્દ્ર કુમાર (વાલી)એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે હોસ્ટેલમાં 4 થી 5 બસ ભરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે, કારણ કે તમામ બાળકીઓને ઝાડા-ઉલટીની તકલીફ થઈ ગઈ હતી. તે સમયે તેમની દીકરીએ ઓછું જમ્યું હોવાથી તેને કોઈ ખાસ તકલીફ નહોતી, પરંતુ આજે સવારે ફરી ફોન કરીને જણાવ્યું કે તેને પણ બે વાર ઉલટી થઈ ગઈ છે. આથી પિતાએ તેને કહ્યું કે અભ્યાસ પછી પણ થઈ જશે, અત્યારે સ્વાસ્થ્ય જરૂરી છે એટલે ઘરે આવી જા અને પછી ત્યાં દવાખાને સારવાર લઈશું. લાખો રૂપિયા ફી ભરતા હોવા છતા અયોગ્ય ભોજન અપાતું હોવાનો વાલીનો આક્ષેપ તેમણે હોસ્ટેલના ભોજન વ્યવસ્થાપન સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરતાં જણાવ્યું કે આ સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. બાળકો તરફથી અવારનવાર ફરિયાદ આવતી રહે છે કે બપોરનું વધેલું ભોજન સાંજે પીરસવામાં આવે છે અને ઘણી વખત તો માત્ર કોરા ભાત ખાઈને દિવસ કાઢવો પડે છે. આ સાથે વાલીએ રોષ વ્યક્ત કર્યો કે તેઓ વાર્ષિક આશરે ₹2 લાખ જેટલી માતબર ફી ભરતા હોવા છતાં તેમના બાળકોને આવું અખાદ્ય અને વાસી ભોજન પીરસવામાં આવે છે. આ રસોડા વિભાગની ખુલ્લેઆમ બેદરકારી છે અને જે લોકો આ મેસ કે રસોડું સંભાળે છે તેમની સામે તાત્કાલિક અને કડક તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ. 100 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો હોસ્ટેલ સંચાલકનો સ્વીકાર સપન શ્રોફ (એડમિનિસ્ટ્રેટ ) એ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં અંદાજે 2,000 જેટલા વિદ્યાર્થીઓ અને 450 જેટલો સ્ટાફ છે, જેમાંથી આશરે 80 થી 100 જેટલા વિદ્યાર્થીઓને તબિયત લથડવાની સમસ્યા થઈ હતી. રાત્રે લગભગ 11:00 થી 11:30 વાગ્યા પછી વિદ્યાર્થીઓમાં રિએક્શન દેખાવા લાગ્યા હતા. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને રાતોરાત યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને શાળાની બસમાં સ્ટાફ અને રેક્ટરોની હાજરીમાં સુરક્ષિત રીતે હોસ્ટેલ પરત લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ વિદ્યાર્થીઓ સ્વસ્થ છે અને હોસ્પિટલમાં કોઈ દાખલ નથી. શાળા પ્રશાસને આ અંગે વાલીઓના ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરી હતી, જેથી વાલીઓ પોતાના બાળકોને લેવા આવ્યા હતા. જે વાલીઓ બાળકને ઘરે લઈ જવા માંગતા હતા તેમને લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે અને જેઓ શાળામાં છે તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ (DEO)ને જાણ કરી છે તેમજ સુરત મહાનગરપાલિકા (SMC)ની ફૂડ સેફ્ટી ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. ગઈકાલના ભોજન—જેમાં છાસ, વઘારેલો ભાત, રોટલી અને પનીર-મટરનું શાક સામેલ હતું—તેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે. ફૂડ પોઈઝનિંગ છે કે અન્ય કોઈ કારણ, તે લેબ રિપોર્ટ આવ્યા પછી (લગભગ 4 થી 5 દિવસમાં) જ સ્પષ્ટ થશે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આવીને સ્થળ પર તપાસ કરી ચૂક્યા છે. મીડિયાકર્મીઓ દ્વારા રસોઈઘર જોવાની અને ક્યારે જાણ કરવામાં આવી તે અંગેના સવાલો પર તેમણે જણાવ્યું કે જે પણ જવાબદાર વ્યક્તિ છે તેઓ ફૂડ ડિપાર્ટમેન્ટ પાસેથી સમગ્ર વિગતો જાણી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આજે બનેલી ઘટનાને કારણે દરેક લોકો વ્યસ્ત હોવાથી હાલ કિચન જોવું શક્ય નથી, પરંતુ નિયમ મુજબ મંજૂરી મળશે ત્યારે ચોક્કસપણે બતાવવામાં આવશે. હોસ્ટેલના ભોજનથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનો ઈન્કાર ગૌરવ યાદવ (શિક્ષક) એ પી.પી. સવાણી સંસ્થામાં ફૂડ પોઇઝનિંગના આરોપો અંગે ખુલાસો કરતા જણાવે છે કે, તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુખાકારી માટે સંપૂર્ણ જવાબદાર છે. તેમણે સ્પષ્ટતા કરી કે હોસ્ટેલમાં આપવામાં આવેલું ભોજન તમામ સ્ટાફે અને તેમણે ખુદ પણ ખાધું હતું અને તેઓ બધા સંપૂર્ણ સ્વસ્થ છે. ડોક્ટર સાથે થયેલી વાતચીતનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે ગરમ ભોજનથી ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા નહિવત હોય છે, અને જો શાળાના ભોજનમાં ખામી હોત તો આખા કેમ્પસમાં દરેક વ્યક્તિને તેની અસર થવી જોઈતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થામાં ગણેશ આગમનનો તહેવાર હોવાથી અને કેટલાક વિદ્યાર્થીઓ બહારથી આવ-જા કરતા હોવાથી, સંભવ છે કે બહારથી લાવેલો પ્રસાદ કે મીઠાઈ ખાવાથી અમુક બાળકોને તકલીફ થઈ હોય. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થા કે ગણપતિ બાપ્પાના પ્રસાદ પર સીધો આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ શક્યતાઓની તપાસ થઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પી.પી. સવાણી સંસ્થા છેલ્લા 21 થી 23 વર્ષથી ચાલે છે અને આ સમયગાળામાં ક્યારેય આવી ઘટના બની નથી. સંસ્થા દીકરીઓને ભગવાન માનીને ચાલે છે અને ઘટના બાદ જ્યાં સુધી દરેક બાળકની યોગ્ય સારવાર ન થઈ ત્યાં સુધી સમગ્ર સિસ્ટમ સ્થળ પર જ હાજર રહી હતી. હાલ બાળકો સામાન્ય અને સ્વસ્થ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ, ત્રણ કલાક રેડ એલર્ટ:ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી થતાં 4 લોકો દટાયા; ત્રણનું રેસ્ક્યૂ એકની શોધખોળ
    Next Article
    લાલપુરમાં યોગ ગ્રુપની બહેનો કરી રહી છે નિયમિત યોગાભ્યાસ:શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આપી રહી છે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment