Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સિંહ-વાઘ સાથે હવે જિરાફ-ઝીબ્રા પણ જોઈ શકાશે:આજવા ખાતે બનશે હાઇટેક ‘વાઇલ્ડલાઇફ સફારી પાર્ક’, વાર્ષિક 100 કરોડની કમાણી અને 4500 નવી નોકરીનું લક્ષ્ય

    16 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ કોરિડોરમાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂરિઝમ સર્કિટના ભાગ રૂપે આજવા વાઇલ્ડલાઇફ સફારી પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રોજેક્ટ મંજૂરી માટે મુકવામાં આવ્યો હતો. આખરે આ પ્રોજેક્ટને મંજૂરી મળી જતા આગામી દોઢ-બે વર્ષમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ જશે. વડોદરાની આસપાસની ટુરિઝમ સર્કિટમાં વધારો થશે વડોદરા શહેરથી આશરે 20 કિલોમીટર દૂર આજવા ખાતે આશરે 150 એકર જેટલી વિશાળ જમીન પર વાઇલ્ડલાઇફ સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણીય શિક્ષણ અને પ્રવાસનને વેગ આપવાનો છે. અગાઉ આ પ્રોજેક્ટ PPP ધોરણે આપવાનું વિચારાયું હતું, પરંતુ તેમાં સફળતા ન મળતા હવે વડોદરા મહાનગરપાલિકા પોતે જ આ પ્રોજેક્ટનું કામ આગળ ધપાવી રહી છે. આજવા સફારી પાર્ક 7-8 વર્ષથી બનાવવાનું આયોજનઃ પ્રત્યુષ પાટણવાડિયા આ પ્રોજેક્ટ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ પણ મેળવી લેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના ઝૂ-ક્યુરેટર પ્રત્યુષ પાટણવાડિયાએ જણાવ્યું હતું કે, આજવા સફારી પાર્ક 7-8 વર્ષથી બનાવવાનું આયોજન હતું. વર્લ્ડસ ટ્રોપિકલ ઝૂની થીમથી આ સફારી પાર્ક બનાવવામાં આવશે. આજવા ટુરિઝમ માટેનું મોટું કેન્દ્ર બનશે. તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ છે કે, ચાંપાનેર (પાવાગઢ), કેવડિયા સાથેની ટુરિઝમ સર્કિટમાં આ પ્રોજેક્ટનો સમાવેશ થાય, જેથી લોકો આ વિસ્તારમાં લોકો ત્રણથી ચાર દિવસના પ્રવાસનું આયોજન કરી શકે. સયાજીબાગના પેટા વિભાગ તરીકેની મંજૂરી આ સફારી પાર્કમાં માત્ર ભારતીય જ નહીં, વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં વડોદરામાં સયાજીબાગ ઝૂ આવેલું છે, પરંતુ તેને હવે એક્સપાન્ડ કરી શકાય તેમ નથી. જગ્યાના અભાવે શહેરની મધ્યમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય સીમિત રહ્યું છે, ત્યારે લોકોમાં આકર્ષણરૂપ પ્રાણીઓ જેવા કે, હાથી, જિરાફ, ઝીબ્રા જેવા મોટા પ્રાણીઓ માટે અહીં જગ્યા નથી, જેથી સયાજીબાગ ઝૂનો પેટા વિભાગ કે જેને સેટેલાઇટ એક્સચેન્જ ફેસિલિટીના ભાગરૂપે આ પાર્કની મંજૂરી મળી છે. આ પાર્ક વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કેન્દ્ર પણ બની રહેશે. સરકારે બેસ્ટ રેવન્યુ જનરેટેડ પ્રોજેક્ટ ગણાવ્યો પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ તકનીકી કારણોસર અટકી પડ્યો હતો તે હવે ફરી કાર્યરત થયો છે. પ્રોજેક્ટનો ડીપીઆર રાજ્ય સરકારમાં સબમીટ કર્યો છે જેને ખુબ વધાવ્યો છે. આ પ્રોજેક્ટને બેસ્ટ રેવન્યુ જનરેટેડ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર કેવડિયા ખાતેના ટુરિઝમને વેગ આપવા માટે અને લોકો અહીં વધુ સમય પસાર કરે તે માટેના પ્રયાસો કરી રહ્યું છે અને જેના ભાગરૂપે આ પાર્કનું આયોજન છે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અને આર્થિક પાસા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કાના કામો અને પ્રાણીઓના રહેઠાણ વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તરફથી પણ આ ગાર્ડન અને સફારી ક્ષેત્રના આસપાસના વિકાસ માટે અગાઉ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. એકવાર આ સફારી પાર્ક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, ત્યારે તે વાર્ષિક અંદાજે રૂપિયા 85થી 100 કરોડની પ્રત્યક્ષ આવક ઊભી કરશે તેવો અંદાજ છે. જ્યારે તેની સંલગ્ન પ્રવૃત્તિઓ અને આસપાસના આર્થિક વિકાસને ગણતા કુલ આર્થિક પ્રભાવ રૂપિયા 136 કરોડથી 250 કરોડ સુધી પહોંચી શકે છે. રોજગારી અને પ્રવાસન ક્ષેત્રે ફાયદો આ પ્રોજેક્ટને ત્રણ ફેઝમાં ખુલ્લો મુકવામાં આવશે. પ્રથમ તબક્કો બે વર્ષથી ઓછા સમયગાળામાં પૂર્ણ કરવાના પ્રયાસો છે. આ મેગા પ્રોજેક્ટથી વડોદરાના સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળશે. કોર્પોરેશનના અંદાજ મુજબ આ પ્રોજેક્ટથી આશરે 3375થી 4500 જેટલી નવી રોજગારીની તકો ઊભી થાય તેવો અંદાજ છે, જેમાં 900થી 1200 પ્રત્યક્ષ નોકરીઓ અને અન્ય પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સફારી પાર્કના કારણે આજવા રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં હોટેલ્સ, રિસોર્ટ્સ, ઇકો-લોજિસ અને વીકેન્ડ હોમ્સ જેવા હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટા પાયે ખાનગી રોકાણ આવવાની પણ પ્રબળ સંભાવનાઓ છે. કેવડિયાથી કેવી રીતે અલગ હશે આ પાર્ક? કેવડિયાથી સારા ઇન્ટરનૅશના ડિઝાઇનના ઇન્ક્લોઝર અહીં મુકવામાં આવશે. કેવડિયા ખાતે પ્રાકૃતિક રીતે પહાડ, અને ઊંચો નીચો વિસ્તાર મળી જાય છે, જ્યારે અહીં બનાવવામાં આવી રહેલો સફારી પાર્ક સપાટ જમીન ઉપર બનાવવામાં આવશે, જેથી કુત્રિમ રીતે પહાડ, ઊંચો નીચો વિસ્તાર અને પ્રાણીઓને જંગલની ફીલિંગ આવે એવી રીતે પાર્ક બનાવાશે. આ પાર્કમાં સાઉથ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકા એવા ચાર ઝોનના પ્રાણીઓ લાવવાનું પ્લાનિંગ છે. પ્રોજેક્ટની વિશેષતાઓ
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000 લોકો ફસાયા:યુપીમાં વરસાદથી 10નાં મોત, રાજસ્થાનમાં 6 ટ્રેનો રદ; બે દિવસ પછી ચોમાસા પર બ્રેક શક્ય
    Next Article
    સુરત ખાડી પૂર, હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક:9,100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ, 800થી વધુને રૂ.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment