Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીએ પાસ થવા માટે આપેલી નોટ મોંઘી પડી:‘સાહેબ પાસ કરી દેજો’ ઉત્તરવહીમાં લખી 100ની 4 નોટ મૂકી, VNSGUએ 10 હજારનો દંડ ફટકાર્યો

    17 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મહેનતને બદલે શોર્ટકટ અપનાવવો વિદ્યાર્થીને ખૂબ જ મોંઘો પડ્યો છે. પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તર લખવાને બદલે વિદ્યાર્થીએ પોતાની ઉત્તરવહીમાં રૂ. 100ની 4 નોટ મૂકીને સાથે વિનમ્ર ભાવે આજીજી કરતા લખ્યું કે ‘સાહેબ પાસ કરી દે જો’. વિદ્યાર્થીએ પાસ થવા માટે પ્રોફેસરને રીઝવવાનો જે પ્રયાસ કર્યો તે છેવટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીની આ વિનંતી તેના માટે કડક સજામાં પરિણમી છે. પાસ થવા માટે આપેલી રૂ. 400ની લાંચ તેને ભારે પડી છે, કારણ કે યુનિવર્સિટીએ રૂ. 10,000નો દંડ ફટકારી પરીક્ષા રદ કરી દીધી છે. એટલું જ નહીં, હવે આ મામલે પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આમ, પરીક્ષાના પેપરમાં રોકડ મૂકીને સફળતા મેળવવાનો આ કીમિયો વિદ્યાર્થીની કારકિર્દી પર મોટું જોખમ લઈને આવ્યો છે. પકડાયા બાદ પસ્તાવો કરતા આવા વિદ્યાર્થીઓને માનસિક મજબૂતી આપવા માટે ખાસ કાઉન્સિલિંગ પણ અપાયું હતું. ગેરરીતિના કેસમાં કડક કાર્યવાહી ડિગ્રી મહેનતથી મળે, નોટોથી નહીં પરીક્ષા એ મહેનતનું પ્લેટફોર્મ છે, શોર્ટકટ શોધવાનું નહીં. ઉત્તરવહીમાં રોકડ નોટો મૂકીને પાસ થવાની આશા રાખવી એ શિક્ષણની મર્યાદા બહારની વાત છે. વિદ્યાર્થીઓ ભાવિમાં આવી ભૂલ ન કરે તે માટે દંડ અને પોલીસ કાર્યવાહી સુધીના પગલાં લીધા છે. પરીક્ષાની પવિત્રતા જળવવામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. > ડૉ. કે. એન. ચાવડા, કુલપતિ, VNSGU
    Click here to Read More
    Previous Article
    લૂંટ:વરાછાના વેપારીને મળવા બોલાવી નશીલી ગોળી પીવડાવી, રૂ. 5 લાખની ચેઇન પડાવી
    Next Article
    खुली जगह में नमाज की इजाजत नहीं... सरकार को दखल देने का अधिकार, इलाहाबाद हाईकोर्ट का बड़ा फैसला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment