Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડકાઈ:100 કિલોથી વધુ કચરો કાઢતાં એકમો માટે વર્ગીકરણ ફરજિયાત, 4 પ્રકારનો કચરો અલગ નહીં કરે તો દંડ

    3 days ago

    સ્વચ્છતા માટે મ્યુ.કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 અંતર્ગત હવે કચરો જે સ્થળે ઉત્પન્ન થાય છે તે સ્તરે તેનું વર્ગીકરણ કરવું ફરજિયાત બનાવાયું છે. ખાસ કરીને દિવસ દરમિયાન 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે. જાહેરનામા અનુસાર મોટી રહેણાક સોસાયટી, કોમ્પ્લેક્સ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાએ હવેથી ભીનો-સૂકો, સેનિટરી અને ગંભીર સહિત 4 પ્રકારના કચરાનું વર્ગીકરણ કરી ડોર-ટુ-ડોરને આપવાનો રહેશે. વોર્ડ ઓફિસરની ટીમો દ્વારા મોટી સંસ્થા અને સોસાયટીઓની નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ સંસ્થા કચરો અલગ નહીં કરે તો દંડ વસૂલાશે. બલ્ક કચરો કાઢતી સંસ્થાઓ માટેના નવા કડક નિયમો, દંડાત્મક કાર્યવાહી કરાશે કયા એકમો ‘બલ્ક વેસ્ટ જનરેટર’ ગણાશે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરાવવી પડશે જે સંસ્થા કે એકમનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 20 હજાર ચોમી કે તેથી વધુ હોય. જેમને ત્યાં દૈનિક પાણીનો વપરાશ 40 હજાર લિટર કે તેથી વધુ હોય. જેમના દ્વારા રોજનો 100 કિલો કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન થતો હોય. આ નિયમો હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, મોટા રહેણાક એપાર્ટમેન્ટ્સ/સોસાયટીઓ અને તમામ વાણિજ્યિક એકમોનો સમાવેશ થાય છે. શું છે નવા નિયમો અને જવાબદારી ? 1 ઓન-સાઇટ પ્રોસેસિંગ | બલ્ક વેસ્ટ કેટેગરીમાં આવતાં એકમોએ પોતાના પ્રિમાઈસીસમાં જ ઉત્પન્ન થતા બાયોડિગ્રેડેબલ (ભીના કચરા)નું પ્રોસેસિંગ જાતે જ કરવાનું રહેશે. 2 સૂકા કચરાનો નિકાલ | ઉત્પન્ન થતા સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી તેને માત્ર અધિકૃત રિસાઇકલર્સને જ આપવાનો રહેશે. નિયમ ભંગ બદલ કડક સજા જો કોઈ પણ એકમ આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તો તેને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના ગણીને પર્યાવરણીય કાયદા હેઠળ કડક દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    વાહનનો શોરૂમ અને સ્વિમિંગ પુલ સાથેનો રિસોર્ટ તોડાયો:યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર,રિસોર્ટ સહિતની ઇમારતો તોડાઈ
    Next Article
    FIFA WC 2026: England Seal Bronze With 6-4 Win; Mbappe Beats Messi In All-Time List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment