Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજતંત્રને વ્યાપક નુકશાન:હાલારમાં 100થી વધુ વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત, તંત્રની 111 ટીમ મેદાને

    4 days ago

    જામનગર-દેવભૂમિમાં મીની વાવાઝોડાના કારણે વીજતંત્રને વ્યાપક નુકશાન થયાનુ સામે આવી રહયુ છે. હાલારમાં પ્રાથમિક તપાસમાં જ 100થી વધુ વીજથાંભલા પણ જમીન દોસ્ત થયાનુ સામે આવ્યુ છે. જામનગર શહેરના મોટા ભાગના વિસ્તાર સહિત હાલારમાં ગુરૂવારે તોફાની પવન વચ્ચે અનેક સ્થળોએ વીજપુરવઠો ખોરવાયો હતો.જે દરમિયાન વિવિધ સ્થળોએ વૃક્ષો-હોર્ડિગ્સ વગેરે ધરાશાયી થયા હતા. જેના પગલે વીજતંત્ર ત્વરીત હરકતમાં આવ્યુ હતુ.જે દરમિયાન મીની વાવાઝોડાના કારણે જેટકોના 220 કેવીના બે અને 132 કેવીનુ એક સહિત ત્રણ ટાવર ધરાશાયી થયાનુ સામે આવ્યુ હતુ. હાલારમાં વીજતંત્રના પ્રાથમિક સર્વેમાં જ 100થી વધુ વીજથાંભલા જમીનદોસ્ત થયાનુ ખુલ્યુ છે. વીજ પુરવઠો પુર્વવત કરવા માટે વીજ વિભાગના સુપ્રિ.ઇજનેરના નેતૃત્વમાં જુદી જુદી 100 ટીમ બનાવી વીજ પુરવઠો પુર્વવત કરવા માટે ત્વરીત કામગીરી શરૂ કરાઇ છે.જે મોડી રાત્રી સુધી યથાવત રહેશે. શહેર સહિત મોટા ભાગના સ્થળોએ રાત્રી સુધીમાં વીજ પુરવઠો પુર્વવત કરી દેવાયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    દરિયા કાંઠા વિસ્તારનું પેટ્રોલીંગ‎:દરિયાકાંઠે શંકાસ્પદ બોટ તેમજ ઈસમો, અવાવરૂ જગ્યાનું ચેકીંગ
    Next Article
    Inter-state sex racket busted; three arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment