Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક ભીંસથી ડોક્ટરે દેશી દારૂની હેરાફેરી શરૂ કરી:રાજકોટમાં ચેકીંગ જોઈ જતા પોટલીઓ ભરેલી કાર નશામાં 100ની ઝડપે ભગાવી, બે બાઈક ચાલકને અડફેટે લેતા 1નું મોત

    10 hours ago

    રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર વિપુલ હાંડા (ઉ.વ.34) BHMSની ડિગ્રી ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચેકિંગ ચાલતું હતું રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં બેરીકેડ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. કાર ભગાવતા વાહન ચાલકને ગંભીર ઇજા આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારી સરધાર ગામથી લોધીડા ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું હોવાનું સામે આવ્યું છે. આ પછી કાર ચાલકને મેડિકલ તપાસ સાથે હોસ્પિટલ લઈ જતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું અને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી કાર ચાલક ડો.વિપુલ હાંડાની પ્રાથમિક પૂછપરછમાં તેની કારમાં રહેલો દેશી દારૂ તે ભાડલા ખાતે રહેતા વનરાજ રામકુભાઇ ગીડા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીએ વર્ષ 2013-14માં રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી. ગઢડા ખાતે હોસ્પિટલ શરૂ કરી પણ ખોટ ગઈ શરૂઆતમાં પોતે નાનું ક્લિનિક ચલાવતો હતો પરંતુ બાદમાં પોતે લાખો રૂપિયાનું રોકાણ કરીને બોટાદના ગઢડામાં હોસ્પિટલ શરૂ કરી હતી. જેમાં એમડી ડોક્ટર સહિતનાઓને તેણે રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલના વ્યવસાયમાં ખોટ જતા તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેના કારણે તે છેલ્લા બે ત્રણ વર્ષથી આર્થિક સંકડામણનો સામનો પણ કરી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું':કોઈ રાજ્યની અડધી મિનિસ્ટ્રી 10મું પાસ હોય તો તેને શું કહેવાય? તેમના શબ્દો ગુજરાતીઓ માટે નહીં નેતાઓ માટે હતા: કોંગ્રેસ પ્રવક્તા
    Next Article
    Iran 'Stops Negotiations' With US; Pakistan Role Under Cloud As Tehran Snaps 'Indirect Channels'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment