Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા, રાજકોટમાં આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટકતા અરજદારો પરેશાન

    1 day ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પત્ર લખી મહેસૂલી કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી છે. મહામંડળે આક્ષેપ કર્યો છે કે મહેસૂલ વિભાગના કર્મચારીઓ સામે વારંવાર શિસ્તભંગની કાર્યવાહી, વિભાગીય તપાસ અને નિલંબન જેવી કાર્યવાહી થતી હોવાથી કર્મચારીઓમાં અસંતોષ અને ભયનું વાતાવરણ ઊભું થયું છે. મહામંડળે જણાવ્યું છે કે, મહેસૂલી કર્મચારીઓ સરકારની કામગીરીનો પાયાનો હિસ્સો છે અને જમીન-મહેસૂલ સહિતની કામગીરીમાં મહત્વની જવાબદારી નિભાવે છે. તેમ છતાં કર્મચારીઓ સામે થતી કડક કાર્યવાહી અને સતત માનસિક દબાણને કારણે કર્મચારીઓની કામગીરી તથા મનોબળ પર અસર પડી રહી છે. રજૂઆતમાં ખાસ કરીને ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મહામંડળના જણાવ્યા પ્રમાણે કેટલાક કર્મચારીઓને લાંબા સમય સુધી પોસ્ટિંગ વિના રાખવામાં આવે છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન તેઓને કામગીરી સોંપવામાં આવતી નથી અને તેમની સામે અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાય છે. મહામંડળે માંગ કરી છે કે કર્મચારીઓને લાંબા સમય સુધી પોસ્ટિંગ વિના રાખવાની પદ્ધતિ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તેમની સેવા તથા કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પોસ્ટિંગ આપવામાં આવે. ત્યારે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળની શરૂઆત થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોદી 50 મિનિટમાં 19 વાર બોલ્યા, We Will Do It:પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે; PM-CM તરીકે 25 વર્ષ પૂર્ણ
    Next Article
    '56 ઈંચની છાતી હોય તો દિવસે બેનરને અડજો':'છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવે તો કોંગ્રેસના આગેવાનો નહીં', ગાંધીનગરમાં ગેનીબેને કહ્યું-'એટલે શું આ પોલીસના બાપની પેઢી છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment