Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોરઠમાં મેઘરાજા ધુરંધર, માંગરોળ-કેશોદમાં 10 ઈંચ વરસાદ:NDRFની ટીમ તૈનાત, કાલાવડનું ટોડા ગામ સંપર્ક વિહોણું; આજે અડધા ગુજરાતમાં વરસાદ

    1 day ago

    ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજ્યના 140થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો છેલ્લી બે કલાકમાં કેશોદ અને માણાવદરમાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ખેતરોમાં બેટમાં ફેરવાયા છે. જ્યારે બોટાદના રાણપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાણપુર તાલુકાના અલમપુરમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે (2 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસાએ અડધા ગુજરાતને કવર કર્યું… ગુજરાતના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પ હાર્યા, બંધારણ જીત્યું!:તમારા બાળકો અમેરિકન જ રહેશે, લાખો ભારતીયો માટે ખુશ ખબર, રાષ્ટ્રપતિ પદે ગેરરીતિથી કરોડોની કમાણી?
    Next Article
    દિવસે રેકી કર્યા બાદ રાત્રીના બુકાની બાંધી ચોરીને અંજામ આપતા:રાજકોટમાં બાંધકામ સાઈટ પરથી એલ્યુમિનિયમની પ્લેટ્સ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, સગીર સહીત 6ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment