Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરના સાગાવાડા ગામે જુગાર રમતા 10 લોકો પકડાયા:LCB પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    6 hours ago

    મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરવા કડક સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. એલ.સી.બી. સ્ટાફ જુગારના કેસ શોધવા માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ અને કોન્સ્ટેબલ ગિરીશભાઈને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સાગાવાડા ગામમાં મુકેશ ડામોરના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો. અહીં પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 50,150 રૂપિયા, 8 મોબાઈલ ફોન અને 4 વાહન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 5,40,150 રૂપિયા છે. આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પરમાર સંજય પ્રેમચંદ, હસમૂખ દીતાભાઇ તાવીયાડ , પ્રફુલ બાબુભાઇ ચંદાણા, દિપક મહેન્દ્રભાઇ લુહાર , રોહીત જ્યંતિભાઇ ડીંડોર, હેમાંગ જીતુભાઇ મહેતા, કિશન માનસીંગભાઇ ચંદાણા, તેજન નિલેશભાઇ દોશી, અંકુર રમણભાઇ પ્રજાપતિ અને મુકેશ સુર્શીંગભાઇ ડામોર નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 27 પંચાલ મંડળે પહેલીવાર જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો:મહિલાઓએ વાજતે-ગાજતે બાળકૃષ્ણના વધામણાં કર્યા, રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ યોજાશે
    Next Article
    Senior Selector Set To Lose His Job As Pakistan Continues 'Clean-Up' Amid Test Horror Show: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment