Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 27 પંચાલ મંડળે પહેલીવાર જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો:મહિલાઓએ વાજતે-ગાજતે બાળકૃષ્ણના વધામણાં કર્યા, રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ યોજાશે

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાવીરનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી રઘુકુલ પાર્ક સોસાયટીમાં 27 પંચાલ મંડળ દ્વારા પહેલીવાર જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું છે. જન્માષ્ટમી નિમિત્તે શુક્રવારે સાંજે રમેશકુમાર મણિલાલ પંચાલના ઘરે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાલજીના વાજતે-ગાજતે વધામણાં કરાયા. સમાજની મહિલાઓએ ભક્તિભાવ સાથે લાલજીને વધાવી ભજન-કીર્તન કર્યા હતા. આનાથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. 27 પંચાલ યુવક મંડળના પ્રમુખ સુરેશભાઈ પંચાલ અને મંત્રી નરેન્દ્રભાઈ પંચાલ સહિત સમાજના સભ્યોના સહયોગથી આ મહોત્સવ પહેલીવાર યોજાયો છે. રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાશે. જન્મોત્સવ માટે ઘાસની ઝૂંપડીમાં પારણું અને કૃષ્ણ જન્મના દૃશ્યનું કટઆઉટ તૈયાર કરાયું છે. સ્થળને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહ અને ધામધૂમથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ અંગે નિર્મલાબેન પંચાલે જણાવ્યું કે, 27 પંચાલ મંડળ દ્વારા સભ્યો અને સમાજના સહયોગથી પહેલીવાર કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું છે. લાલજીના વધામણાં પછી ભજન-કીર્તન થયા હતા અને રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બંગાળી વેપારી સાથે સોની વેપારીએ કર્યો વિશ્વાસઘાત:સોનાના દાગીના બનાવવા કામ આપી બદલામાં 24 કેરેટ ફાઈન સોનુ આપવાનું કહી 44.34 લાખની છેતરપિંડી આચરી
    Next Article
    સંતરામપુરના સાગાવાડા ગામે જુગાર રમતા 10 લોકો પકડાયા:LCB પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment