Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 10 Km રનનું આયોજન:ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ સાથે જાગૃતિ

    23 hours ago

    અમરેલી શહેરમાં ‘એન્વિઝન અમરેલી 10 Km અને 5 Km રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં આશરે 500 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ સાથે યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ Envision Energy, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. દોડમાં ભાગ લેનારાઓએ 5 Km અને 10 Kmનું અંતર પૂર્ણ કરીને ફિટનેસ, યોગ્ય પોષણ અને સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વિભાગ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સેન્ટર અને અન્ય અધિકારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત અને સુચારુ આયોજનના કારણે સમગ્ર ઇવેન્ટ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થઈ. આવા કાર્યક્રમો અમરેલીના નાગરિકોને શારીરિક રીતે સક્રિય રહેવા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા માટે પ્રેરણા આપે છે.
    Click here to Read More
    Previous Article
    આબુરોડની વાસડા વાઇન શોપમાં આગ:વહેલી સવારે લાગી, મોટું નુકસાન થયું
    Next Article
    ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ:રજાના દિવસે ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવવા પ્રયાસ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment