Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથીખાનામાં 10થી વધુ દુકાનોમાં તસ્કરોનો હાથફેરો, CCTV:11.70 લાખની ચોરી, રાત્રે પોલીસનું કોમ્બિંગ અને બાદમાં દુકાનોના તાળા તોડ્યા

    1 week ago

    વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રાત્રે શહેરના કુમભારવાડા પોલીસ મથક હેઠળના હાથીખાના વિસ્તારમાં રાત્રે પોલીસના કોમ્બિંગ અને 24 કલાક સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં તસ્કરોના ટોળાએ 10થી વધુ દુકાનોમાં ચોરીના બનાવો બન્યા છે. અમુક દુકાનોમાંથી રોકડ રકમ ઉપાડી લેવામાં આવી છે, જ્યારે અલગ અલગ દુકાનોમાંથી લાખો રૂપિયાની માલસામગ્રીની ચોરી થઈ છે. 11.70 લાખની ચોરી, ફરિયાદ નોંધાઈ હાથીખાના વિસ્તારમાં ગત રાત્રે થયેલ ચોરીના બનવાને લઈ આખરે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ચોરીને અંજામ આપનાર અજાણ્યા બુરખા ધારી ત્રણ ઇસમોએ હાથીખાના એ.પી.એમ.સી. માર્કેટની 11 દુકાનોના તાળા કોઇ સાધન વડે તોડી દુકાનોમાં રહેલ દુકાનોના કેશ કાઉંટરોમાથી રોકડા રૂપિયા 11,17,000ની ચોરી કરી ફરાર થતા આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. શહેરમાં વધતા ચોરીના બનાવો નાગરિકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ત્યારે સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે આ અંગે DCP એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે, આજરોજ સવારે કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલ હાથીખાના માર્કેટ માર્કેટની અંદર લગભગ આઠેક દુકાનોના તાળા તૂટ્યા છે એવી અમને પ્રાથમિક જાણ મળી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને જે દુકાનના ચોરી થઈ છે એમના ધોરણસરની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું કે, સીસીટીવીમાં તાળા તૂટતા દેખાઈ રહ્યા છે અને એની અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે કોઈ પણ આરોપીઓ છે કે જેઓએ છે આ કામ કર્યું છે એને શોધી કાઢવા માટે અમે પૂરો અમારો પ્રયત્ન કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    આમલેથા ગામમાં દીપડાએ મારણ કર્યુ:બંધ ઓરડીમાં બાંધેલી પશુપાલકની 4 બકરીઓનો શિકાર કર્યો, એકને ઉઠાવી ગયો
    Next Article
    MLA Nimisha Suthar got confused | પૂર્વમંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથારે ભાંગરો વાટયો | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment