Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફટાકડાના ધુમાડાથી રાજકોટમાં હવાના પ્રદૂષણમાં વધારો:10થી વધુ વિસ્તારમાં રેડ એલર્ટ, કાળીચૌદશની રાત્રે AQI 200ને પાર થતા આજે દિવાળીની રાત્રે 300ને પાર થાય તેવી શક્યતા

    18 hours ago

    દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થતા જ રાજકોટની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ફટાકડાના પ્રદુષણના કારણે શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 નવેમ્બરના રોજ શહેરના 20 વિસ્તારમાંથી 11 વિસ્તાર ઓરેન્જ એલર્ટમાં આવી ગયા બાદ 7 નવેમ્બરના રોજ મોટા ભાગના વિસ્તરારોમાં AQI 200ને પાર પહોંચી જતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી-નૂતનવર્ષ વચ્ચે પડતર દિવસ હોવાથી વધુ ફડાટકા ફૂટશે નુતન વર્ષને ઉજવવા નાના બાળકો અને યુવાનો ફટાકડા ફોડતા ધુમાડાના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. જેને કારણે હવા દૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે. રાજકોટ શહેરમાં આજે 8 નવેમ્બરના દિવાળીનું પર્વ છે ત્યારે સૌથી વધુ ફટાકડા ફૂટશે. આ વખતે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે પડતર દિવસ હોવાથી લોકો બે દિવસ ફટાકડા ફોડશે. ત્યારે હવાના પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. રાજકોટ શહેરમાં AQI 200ને પાર પહોંચતા રેડ એલર્ટ રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમ રૂપ ગણવામાં આવે છે. જેમાં શહેરના તમામ લોકોને શ્વાસ લેવા સહિતની તકલીફો થાય છે. જેથી આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું જોઈએ અને સવારે વોક કરવાનું હાલમાં ટાળવું જોઈએ તેમજ ઘરના બારી બારણા બંધ રાખવાની સાથે વધુમાં વધુ પાણી પીવું જોઈએ તેવી ડોક્ટરની સલાહ છે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં આજે દિવાળી, બંગાળમાં કાલી પૂજા:અયોધ્યામાં 30 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા, લેસર શો અને આતશબાજી થઈ, 5 લાખ લોકો પહોંચ્યા
    Next Article
    Tom Brady's Foxborough Return Gets A Reality Check From Mike Florio

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment