Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફટાકડાના પ્રદુષણથી રાજકોટની હવા બગડી:10થી વધુ વિસ્તારોમાં રેડ એલર્ટ, કાળીચૌદશની રાત્રે AQI 200ને પાર થતા આજે દિવાળીની રાત્રે 300ને પાર થાય તેવી શક્યતા

    8 hours ago

    દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થતા જ રાજકોટની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ફટાકડાના પ્રદુષણના કારણે શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 નવેમ્બરના રોજ શહેરના 20 વિસ્તારમાંથી 11 વિસ્તાર ઓરેન્જ એલર્ટમાં આવી ગયા બાદ 7 નવેમ્બરના રોજ મોટા ભાગના વિસ્તરારોમાં AQI 200ને પાર પહોંચી જતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નુતન વર્ષને ઉજવવા માટે નાના બાળકો અને યુવાનો ફટાકડા ફોડતા હોય છે પરંતુ તેને લઈને આવવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. જેને કારણે હવા દૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે. રાજકોટ શહેરમાં આજે 8 નવેમ્બરના દિવાળીનું પર્વ છે ત્યારે સૌથી વધુ ફટાકડા ફૂટશે. આ વખતે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે ધોકો હોવાથી લોકો બે દિવસ ફટાકડા ફોડશે. જોકે તેને કારણે રાજકોટ શહેરની હવા પ્રદૂષિત બનશે. રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200 ને પાર પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમ રૂપ ગણવામાં આવે છે. જેમાં શહેરના તમામ લોકોને શ્વાસ લેવા સહિતની તકલીફો થાય છે. જેથી આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું જોઈએ અને સવારે વોક કરવાનું હાલમાં ટાળવું જોઈએ તેમજ ઘરના બારી બારણા બંધ રાખવાની સાથે વધુમાં વધુ પાણી પીવું જોઈએ તેવી ડોક્ટરની સલાહ છે. AQI - કેટેગરી/રંગ - અર્થ શું થાય? 0 થી 50 - સારું/ગ્રીન - હવા એકદમ ચોખ્ખી 51 થી 100 - સંતોષજનક/લાઈટ ગ્રીન - હવામાં થોડું પ્રદૂષણ 101 થી 200 - મધ્યમ/ઓરેન્જ એલર્ટ - શ્વાસ લેવામાં તકલીફ 201 થી 300 - ખરાબ/રેડ - બધાને અસર થાય 301 થી 400 - ખૂબ જ ખરાબ - ગંભીર સ્થિતિ 401 થી 500 - અતિ ગંભીર - ઈમરજન્સી પ્રદૂષણ વધવાથી શરીર પર શું અસર થાય ? પ્રદૂષણનું પ્રમાણ - શરીર પર અસર- શું કરવું ઓરેન્જ - આંખમાં બળતરા, ઉધરસ, ગળામાં ખંજવાળ - માસ્ક પહેરો, સવારે વોક ટાળો રેડ - શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, થાક- બાળકો અને વૃધ્ધો ઘરમાં રહે, પાણી વધુ પીવો મરૂન - અસ્થમા એટેક, ફેફસામાં સોજો, હાર્ટ પર દબાણ- બારી બારણા બંધ રાખો, ડોક્ટરની સલાહ લો
    Click here to Read More
    Previous Article
    दिवाली 2026: यहां पढ़ें मां लक्ष्मी, भगवान गणेश और हनुमान जी की आरती
    Next Article
    સોલા ભાગવત કૃષ્ણ મંદિરમાં યોગ સાથે દીપોત્સવ ઉજવાયો:હેપ્પીનેશ યોગશાળાના સભ્યોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment