Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની દિવ્યાંગ વિદ્યાર્થિનીઓએ ધો.10માં મેળવ્યું તેજસ્વી પરિણામ:કાવ્યાએ 95.67%, ગ્રીષ્માએ 90.66% સાથે A1 ગ્રેડ મેળવ્યો

    3 days ago

    ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયની બે દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતથી પ્રેરણાદાયક સફળતા મેળવી છે. શાળાની વિદ્યાર્થીની કાવ્યા કિશનભાઈ ફરસરામ, જે બાળપણથી જ આશરે 90 ટકા અંધત્વ ધરાવે છે, તેણે ધોરણ 10ની પરીક્ષામાં 95.67 ટકા અને 99.50 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કાવ્યા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે; તેના પિતા દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા નર્મદા જિલ્લામાં સરકારી શિક્ષિકા છે. કાવ્યાએ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ઊંડો રસ દાખવ્યો હતો. જોઈ શકતી ન હોવા છતાં, તેણે સાંભળીને અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી અને શંકાઓનું નિરાકરણ શિક્ષકો પાસેથી મેળવ્યું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તેણે યુટ્યુબ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની મદદથી પોતાની તૈયારી મજબૂત બનાવી. પરીક્ષા દરમિયાન, તેણે લહિયા તરીકે મિત્રની સહાયથી તમામ પ્રશ્નપત્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. આ જ શાળાની અન્ય એક વિદ્યાર્થીની, ગ્રીષ્મા રતીશભાઈ માછી, જે શારીરિક રીતે દિવ્યાંગ છે અને ગરીબ પરિવારમાંથી આવે છે, તેણે પણ પડકારોનો સામનો કરીને 90.66 ટકા મેળવી A1 ગ્રેડ હાંસલ કર્યો છે. હાથ અને પગમાં તકલીફ હોવા છતાં, તેણે સતત મહેનત અને પરિવારના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બંને વિદ્યાર્થીનીઓની સિદ્ધિ પ્રેરણાદાયક છે અને શાળા પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    SBIમાં 50 લાખના લૂંટ કેસના આરોપીને સુરત લવાયા:બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીતને UPથી દબોચ્યા, જેલમાંથી રચાયું હતું લૂંટનું ષડયંત્ર
    Next Article
    અમદાવાદમાં લુબી કંપનીના 500થી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા:પગાર વધારો કરવા સહિત 8 માંગ મૂકી, મેનેજમેન્ટે યોગ્ય નિર્ણયની ખાતરી આપતા કામદારો ફરી કામે લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment