Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એકનું મોત, કુલ 10 મોત:95% બળેલા શખસનું સિવિલમાં સારવાર દરમિયાન મોત, એક મહિલાની હાલત ગંભીર; 4 સારવાર હેઠળ

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા ફટાકડા કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે, જેમાં 95% દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવમાં હાલ 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પુરુષનો 95 %થી વધારે અને મહિલાનો 75 %થી વધારે હિસ્સો દાઝ્યો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ફટાકડા ફેક્ટરીમાં જે ગોઝારી ઘટના બની, એનાથી 5 દર્દી દાખલ કરેલા. જેમાં એક મહિલા અને ચાર પુરુષ હતા. એમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર રીતે દાઝેલા હતા. પુરુષનો 95 %થી વધારે અને મહિલાનો 75 %થી વધારે હિસ્સો દાઝેલો હતો. એ બંને ક્રિટીકલ પરિસ્થિતિમાં ICUમાં સારવાર હેઠળ હતા. જેમાં 20 જુલાઈ વહેલી સવારે સવા બે વાગ્યે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી. બાકીના દર્દીઓને સ્કીન બેંકમાંથી ચામડી લગાવવામાં આવી વધુમાં કહ્યું કે, જ્યારે ત્રણ દર્દી બર્ન્સ વોર્ડમાં દાખલ છે, જેમાં બે બર્ન્સ વાળા દર્દી છે, એકને 40% છે, એકને 20% છે. આ બંને દર્દીને સિવિલ હોસ્પિટલ પાસે સ્કીન બેંક હોવાથી જે 40% વાળા દર્દી છે એને લગભગ શરીરના 28% ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે. જ્યારે એ જ રીતે 20 %ના દાઝેલા દર્દીને 15% જેટલા એરિયાની અંદર સ્કીન બેંકની ચામડી લગાવવામાં આવી છે, જેથી કરીને અમારી ટીમ, પ્લાસ્ટિક સર્જરી ટીમ સઘન સારવાર કરી રહી છે. એમને ઝડપથી રિકવરી થાય એવી કોશિશ કરી રહી છે, જ્યારે જે ત્રીજા વ્યક્તિ જે દાખલ છે એ બિલકુલ સ્વસ્થ છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર 18 જુલાઈએ ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ગેરકાયદે ધમધમતી ફટાકડી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ત્રણ બાળકો સહિત 9 લોકોના મોત નિપજ્યા હતાંં. જ્યારે 6 લોકો દાઝી જતા અને ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. બનાવ સ્થળથી 300 મીટર દૂર ઓરડીમાં પંખો અને દરવાજા તૂટી ગયા હતા અને ખેતરમાં ઉભો પાક સળગ્યો હતો. (વાચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    આજથી સંસદનું ચોમાસુ સત્ર, PM મોદી સંસદ પહોંચ્યા:પેપર લીક, રામ મંદિરમાં દાન ચોરી પર હોબાળાની શક્યતા; રાજ્યસભામાં અમિત શાહ વંદેમાતરમ સંબંધિત બિલ રજૂ કરશે
    Next Article
    Sansad March से पहले Jantar Mantar पर बैरिकेड्स जोड़ रही है पुलिस | CJP Protest | Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment