Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10નું 88.02% પરિણામ:753 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, ગત વર્ષની તુલનાએ 2.39% પરિણામમાં સુધારો

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાએ 88.02% પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ 16,021 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 753 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. જિલ્લાના શૈક્ષણિક આંકડાઓ પર નજર કરીએ તો, કુલ 16,282 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા, જે પૈકી 16,021 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ગ્રેડ મુજબ પાસ થનાર વિદ્યાર્થીઓમાં 2,045 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2,775 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3,523 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત, 3,313 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં, 1,580 C2 ગ્રેડમાં, 113 D ગ્રેડમાં, 1,316 E1 ગ્રેડમાં અને 603 વિદ્યાર્થીઓ E2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. કુલ 14,102 વિદ્યાર્થીઓ EQC ગ્રેડ સાથે સફળ રહ્યા છે. પરિણામમાં સતત સુધારો સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી સતત સુધરી રહ્યું છે. વર્ષ 2024માં 83.83% અને વર્ષ 2025માં 85.63% પરિણામ બાદ આ વર્ષે 2026માં 88.02% પરિણામ નોંધાયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ જિલ્લાના સરેરાશ પરિણામમાં 2.39% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વણા કેન્દ્ર મોખરે, થાનગઢ કેન્દ્ર સૌથી પાછળ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં પરિણામની ટકાવારીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. વણા પરીક્ષા કેન્દ્ર 98.01% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેની સામે થાનગઢ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 66.71% નોંધાયું છે. જિલ્લાના સરેરાશ પરિણામમાં થયેલા વધારાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે પાટડી સ્કૂલ ઓફ ડિવોશનની વિદ્યાર્થિની વિશ્વાબા વીરેન્દ્રસિંહ ઝાલાએ ધોરણ -10માં 97.87 % અને 99.96 પર્સન્ટાઇલ સાથે અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે. એણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા પપ્પા વીરેન્દ્રસિંહ ઝાલાનો પણ સમગ્ર બોર્ડમાં બીજો અને મારા કાકા ઇંદ્રજીતસિંહ ઝાલાનો પણ બોર્ડમાં છઠ્ઠો નંબર આવ્યો હતો. આમ મારો પણ મારા પપ્પા અને કાકાની જેમ બોર્ડમાં રેન્ક આવ્યો છે. અને મારી આ સફળતા પાછળ મારા પરિવાર, મારી શાળાના આચાર્ય સહિતના સમગ્ર શિક્ષક સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છું, અને આગળ પણ આ રીતે મને તમામનો સાથ સહકાર મળતો રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો
    Next Article
    થલાપતિ વિજયનું CM બનવાનું નક્કી, માત્ર 11 ડગલાં દૂર:કોંગ્રેસના 5 ધારાસભ્ય તૈયાર, 6 માટે લીડ તોડી શકે છે AIDMK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment