Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરનું ધોરણ 10નું 86.06% પરિણામ:ગત વર્ષ કરતા વધારો, મજૂરીકામ કરતા પિતાના પુત્ર અને AIની મદદ લેતી દીકરીએ મેળવી સફળતા

    1 day ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10ની લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યાથી ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાનું 86.06 ટકા જેટલું નોંધાયું હતું, ભાવનગર જિલ્લામાં 2434 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો. ધોરણ 10માં કુલ 30,109 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 29,757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા ભાવનગર જિલ્લાનું છેલ્લા ત્રણ વર્ષનું પરિણામમાં વધારો થયો છે. 2024માં 84.61 ટકા પરિણામ નોંધાયું હતું, જ્યારે 2025માં 85.17 ટકા પરિણામ નોંધાયું હતું. આમ, ગત વર્ષ કરતા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી પરીક્ષા આ વર્ષે 0.89 ટકા પરિણામમાં વધારો થયો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં 100 ટકા પરિણામ વાળી 67 શાળાઓ નોંધાઈ હતી, જ્યારે 0 ટકા પરિણામ વાળી એક શાળા નોંધાઈ હતી. છેલ્લા 3 વર્ષનું પરિણામ સફળતાની અનોખી કહાનીઓ 1. વડાપાઉંની લારી પર કામ કરતા વિશાલે મેળવી સફળતા બી.એમ. કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી વિશાલ સોમાણીની સફળતા પ્રેરણાદાયી છે. વિશાલે જણાવ્યું કે, મારા પિતા છૂટક મજૂરી કરે છે. હું પણ અભ્યાસની સાથે વડાપાઉંની લારી પર પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. સવારે 4 વાગ્યે જાગીને વાંચતો અને રાત્રે પણ મોડે સુધી મહેનત કરતો. ગરીબી ક્યારેય સફળતામાં આડે આવતી નથી, બસ મહેનત જોઈએ. 2. વિશ્વાએ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરી 94% મેળવ્યા વિશ્વા દલવાડીએ 98.61 પર્સન્ટાઇલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. તેણે મોબાઈલના રચનાત્મક ઉપયોગ અંગે જણાવ્યું કે, મેં અભ્યાસમાં AI (Artificial Intelligence)નો ભરપૂર ઉપયોગ કર્યો. કોઈ કોન્સેપ્ટ ન સમજાય ત્યારે AI દ્વારા ક્લિયર કરતી, શોર્ટ નોટ્સ બનાવવામાં પણ તેની મદદ લીધી. મારો ગોલ માઇક્રોબાયોલોજીમાં લેબ સ્પેશિયાલિસ્ટ બનવાનો છે. હું મારા રિઝલ્ટથી ખૂબ જ ખુશ છું અને રિઝલ્ટ મેળવવા માટે મારા બધા જ ગુરુજનો, મારા વાલીઓ અને મારા શિક્ષકોનો હું ખૂબ આભાર માનું છું. તેમણે મને ખૂબ જ સાથ આપ્યો છે, ખૂબ જ એન્કરેજ કરી છે. જ્યારે હું ડિમોટિવેટ થતી ત્યારે તેમણે મને મોટીવેશન પૂરી પાડી છે અને એમનો હું ખરા દિલથી આભાર માનું છું. 3. ઉર્વશીએ 99.84 પર્સન્ટાઇલ સાથે મેદાન માર્યું બી.એમ. કોમર્સ હાઈસ્કૂલની જ ઉર્વશી મકવાણાએ 96.83% (99.84 PR) મેળવ્યા છે. તેણે પોતાની સફળતાનો શ્રેય સખત મહેનત અને પરિવારના સપોર્ટને આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા જિલ્લાનું ધોરણ-10નું 90.19 ટકા પરિણામ:1881 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે બીજા ક્રમે, 38913 ઉત્તીર્ણ અને 4234 નાપાસ
    Next Article
    તાવ બાદ 5 વર્ષીય બાળકનું મોત, માતાનો રડી રડીને બેહાલ:સુરતમાં આકરા ઉનાળે પણ રોગચાળો વકર્યો, બાળક સહિત 3નાં મોત; સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment