Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લાનું ધોરણ 10નું 83.27% પરિણામ:366 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, જિલ્લાના 22 પરીક્ષા કેન્દ્રમાં સૌથી ઊંચું પરિણામ વડાવલી કેન્દ્રનું 96.95%

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધોરણ 10 (SSC)ની પરીક્ષાનું પરિણામ બુધવારે સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાનું સરેરાશ પરિણામ 83.27 ટકા નોંધાયું છે. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પોતાના સીટ નંબર દ્વારા પરિણામ મેળવ્યું હતું. શાળાઓએ પણ ઈન્ડેક્સ નંબરનો ઉપયોગ કરી માર્કશીટ ડાઉનલોડ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગ્રેડ મુજબના આંકડા જિલ્લામાં નોંધાયેલા કુલ 15,107 વિદ્યાર્થીઓમાંથી 366 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અન્ય ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો, 1395 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 2109 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 3108 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 3527 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 1912 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. જ્યારે E1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી. કેન્દ્રવાર પરિણામની વિગતો પાટણ જિલ્લાના 22 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં સૌથી ઊંચું પરિણામ વડાવલી કેન્દ્રનું 96.95 ટકા રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ શંખેશ્વર કેન્દ્રનું 65.64 ટકા નોંધાયું છે. અન્ય મુખ્ય કેન્દ્રોમાં ચવેલીનું 95.38 ટકા, રણુજનું 94.88 ટકા, ભીલવાનનું 93.87 ટકા, ડેરનું 92.84 ટકા, કોઇટા અને વાયડનું 91.51 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત હારીજમાં 91.37 ટકા, બાલીસનામાં 90.61 ટકા, પાટણમાં 85.11 ટકા, કાકોશીમાં 85.29 ટકા, સરિયદમાં 84.24 ટકા, ધીણોજમાં 83.51 ટકા, કુણઘેરમાં 81.11 ટકા, વારાહીમાં 80.94 ટકા, ચાણસ્મામાં 80.91 ટકા, કુંવારામાં 80.24 ટકા, સિદ્ધપુરમાં 78.55 ટકા, સમીમાં 77.60 ટકા, રાધનપુરમાં 77.24 ટકા અને સાંતલપુરમાં 73.90 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષોની સરખામણી જિલ્લાના પરિણામમાં વર્ષવાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 83.00 ટકા હતું, જ્યારે વર્ષ 2025માં તે ઘટીને 80.12 ટકા નોંધાયું હતું. તેની સરખામણીએ વર્ષ 2023નું 83.27 ટકા પરિણામ પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એસ-400ના 5 નવા સ્ક્વોડ્રન ખરીદવાની તૈયારી:1 સ્ક્વોડ્રનમાં 8 લોન્ચર અને દરેક લોન્ચરમાં 4 મિસાઈલ, એક લાખ કરોડ રૂપિયાનો સોદો
    Next Article
    બાઈક સાથે યુવક ખાડામાં ગરકાવ, ફાયર દ્વારા રેસ્ક્યૂ:વટવા બીબી તળાવ રોડ પર અચાનક મોટો ભૂવો પડ્યો, AMCએ ફરિયાદ બાદ પણ રિપેરિંગ ન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment