Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર ધોરણ 10નું 82.60%પરિણામ જાહેર:285 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 22 શાળાઓનું 100%પરિણામ

    11 hours ago

    મહીસાગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે જિલ્લાનું કુલ પરિણામ 82.60% નોંધાયું છે. કુલ 15,304 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 14,774 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 12,203 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગ્રેડ મુજબના પ્રદર્શનમાં, 285 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 1,215 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત, B1 ગ્રેડમાં 2,437, B2 ગ્રેડમાં 3,307, C1 ગ્રેડમાં 3,079, C2 ગ્રેડમાં 1,765 અને D ગ્રેડમાં 115 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 996 વિદ્યાર્થીઓ E1 ગ્રેડમાં અને 1,575 વિદ્યાર્થીઓ E2 ગ્રેડમાં રહ્યા છે. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પૈકી મલેકપુર કેન્દ્ર 92.08% ના સર્વોચ્ચ પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જિલ્લાની કુલ 22 શાળાઓએ 100% પરિણામ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યારે 5 શાળાઓનું પરિણામ 30% થી ઓછું રહ્યું છે. મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી એન. ડી. મુનિયાએ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ સફળ પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. દિવ્યભાસ્કર દ્વારા લુણાવાડાની આદર્શ વિદ્યાલય અને કિસાન માધ્યમિક વિદ્યાલયના ટોચના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો, શાળા પરિવાર અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    6 મહિનાનો પ્રેમ, શંકા ને કોમ્પ્યુટર વાયરથી હત્યા:વડોદરામાં મહેંદી મુકવા ગયેલી યુવતીના મોતનો ભેદ ઉકેલાયો; પ્રેમીએ જ ફરવા બોલાવી ચાદરમાં લપેટી ફેંકી દીધી
    Next Article
    ગેરકાયદે ઘરેલુ સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું:સચિનમાં નાસ્તાની લારીની આડમાં કોમર્શિયલ ગેસની અછતનો ફાયદો ઉઠાવી કાળીબજાર કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment