Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોપ 10માં 7 કંપનીઓનું માર્કેટ કેપ ₹1.13 લાખ કરોડ ઘટ્યું:એરટેલ ટોપ લૂઝર, વેલ્યુ ₹40,500 કરોડ ઘટી; TCSની વેલ્યુ વધી

    10 hours ago

    ગયા અઠવાડિયે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7નું માર્કેટ કેપ કુલ મળીને ₹1.13 લાખ કરોડ ઘટ્યું છે. આ સમયગાળા દરમિયાન ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની ભારતી એરટેલના માર્કેટ વેલ્યુએશનમાં સૌથી મોટો ₹40,500 કરોડનો ઘટાડો જોવા મળ્યો. તેનું વેલ્યુએશન ઘટીને ₹11.74 લાખ કરોડ થઈ ગયું છે. એરટેલ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે. જ્યારે 3 કંપનીઓ- ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માર્કેટ વેલ્યુ વધી છે. માર્કેટ કેપિટલાઇઝેશન શું છે? માર્કેટ કેપ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર, એટલે કે તે બધા શેર જે હાલમાં તેના શેરધારકો પાસે છે, તેમનું મૂલ્ય છે. તેની ગણતરી કંપનીના જાહેર કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણાકાર કરીને કરવામાં આવે છે. આને એક ઉદાહરણથી સમજો... ધારો કે... કંપની 'A' ના 1 કરોડ શેર બજારમાં લોકોએ ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા હોય, તો કંપનીની માર્કેટ વેલ્યુ 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે. કંપનીઓની માર્કેટ વેલ્યુ શેરની કિંમતો વધવા કે ઘટવાને કારણે વધે-ઘટે છે. તેના બીજા ઘણા કારણો છે... માર્કેટ કેપના ઉતાર-ચઢાવની કંપની અને રોકાણકારો પર શું અસર થાય છે? કંપની પર અસર : મોટું માર્કેટ કેપ કંપનીને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં, લોન લેવામાં અથવા અન્ય કંપનીઓ હસ્તગત કરવામાં મદદ કરે છે. જ્યારે, નાના અથવા ઓછા માર્કેટ કેપથી કંપનીની નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. રોકાણકારો પર અસર : માર્કેટ કેપ વધવાથી રોકાણકારોને સીધો ફાયદો થાય છે. કારણ કે તેમના શેરની કિંમત વધી જાય છે. તે જ સમયે, ઘટાડાથી નુકસાન થઈ શકે છે, જેના કારણે રોકાણકારો શેર વેચવાનો નિર્ણય લઈ શકે છે. ઉદાહરણ: જો TCSનું માર્કેટ કેપ ₹12.43 લાખ કરોડ વધે છે, તો રોકાણકારોની સંપત્તિ વધશે, અને કંપનીને ભવિષ્યમાં રોકાણ માટે વધુ મૂડી મળી શકે છે. પરંતુ જો માર્કેટ કેપ ઘટે છે તો તેનું નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના મણીયારી ગામે યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું:સામસામે ફરિયાદો નોંધાઈ, પોલીસે 9 શખસો સામે ગુનો નોંધ્યો
    Next Article
    નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું બાકોરું કરીને પાઇપથી હવા પહોંચાડાય છે; અત્યાર સુધીમાં 804 લોકોનાં મોત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment