Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:માત્ર 10% પમ્પિંગ ધરાવતા 60 વર્ષના વૃદ્ધને 30 વર્ષના યુવકના હૃદયથી નવજીવન મળ્યું, અગાઉ 6 હૃદય રિજેક્ટ કરાયાં હતાં

    9 hours ago

    ફર્સ્ટ પર્સન 60 વર્ષીય ચંદુભાઈને લાંબા સમયથી હૃદયની બીમારી હતી. એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકર બાદ પણ તેમનું હાર્ટ પમ્પિંગ માત્ર 10% જ હતું, જેથી ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રસ્તો નહોતો. અમે ‘નોટ્ટો’ માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમદાવાદમાં અત્યાર સુધી 110થી વધુ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, પરંતુ મારા અને હોસ્પિટલ માટે આ પ્રથમ કેસ હોવાથી તે હિમાલય સર કરવા સમાન પડકાર હતો. અમે ઉતાવળ કરવાને બદલે યોગ્ય મેચિંગની રાહ જોઈ અને પરફેક્ટ પેરામીટર્સ ન મળતા 6થી 7 હૃદય રિજેક્ટ કર્યા. છેવટે, એપોલો હોસ્પિટલમાંથી 30 વર્ષના બ્રેનડેડ યુવાનના હૃદય માટે ફોન આવ્યો. અમારી ટીમ ગ્રીન કોરિડોર મારફતે હૃદય લઈ આવી, જ્યારે બીજી તરફ ડો. અલ્પેશ પટેલ, ડો. ઉત્કર્ષ સંધવી સહિતની ટીમ ઓપરેશન થિયેટરમાં તૈયાર હતી. દોઢ કલાકની જટિલ સર્જરી બાદ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. આજે ત્રણ મહિના બાદ દર્દીનું હૃદય બરાબર કામ કરી રહ્યું છે. રિજેક્શન ચેક કરવા માટે કરાયેલી બાયોપ્સીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે, જે અમારા માટે મોટી સફળતા છે. શહેરમાં 110થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાં શહેરમાં યુએન મહેતા હોસ્પિટલ અને મેરિન્ગો સિમ્સમાં સૌથી વધુ 110થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે, આ ઉપરાંત ઝાયડસ અને કે.ડી. હોસ્પિટલમાં પણ એકા-બે ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કાર્ડિયોલોજિસ્ટ, એનેસ્થિયા ટીમ, ક્રિટિકલ કેર ટીમની મહત્ત્વની ભૂમિકા હોય છે. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે આ પ્રક્રિયા કરવી પડે છે
    Click here to Read More
    Previous Article
    PM મોદી આજે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદઘાટન કરશે:કોબાનું મ્યુઝિયમ જોવાનું નહિ, અનુભવવાનું છે, અહીં 800થી 1400 વર્ષ જૂની મૂર્તિઓ છે
    Next Article
    ITR રિફંડમાં ફરી વિલંબ:રાજ્યના 7 લાખ કરદાતાનું પ્રોસેસિંગ હજુય બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment