Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 10 એપ્રિલે પદવીદાન સમારોહ:54,346 વિદ્યાર્થીઓને પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી મળશે;151 તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે

    2 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે. યુનિવર્સિટીના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી આ વખતે પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને મળશે. યુનિવર્સિટીના કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા. આ પદવીદાન સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટસમાં નોંધાયા છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટસના 21,617 અને માસ્ટર ઓફ આર્ટસના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 9,921 અને ફેકલ્ટી ઓફ સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે. અન્ય વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5,743, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીઝમાં 1,864 અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટમાં 1,801 વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે. ફેકલ્ટી ઓફ લોમાં 1,138 વિદ્યાર્થીઓ (950 બેચલર ઓફ લો અને 182 માસ્ટર ઓફ લો) છે. મેડિકલ ફેકલ્ટીમાં 667 વિદ્યાર્થીઓ પદવી મેળવશે, જેમાં 568 વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) ના છે. એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ (આર્કિટેક્ચરના 24 અને ડિઝાઈનના 22) નોંધાયા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની પણ યાદી જાહેર કરાઈ છે. જેમાં આર્ટસમાં 36, સાયન્સમાં 8, એજ્યુકેશનમાં 8, લોમાં 6 અને કોમર્સમાં 11 સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ યોજાનારા આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયા ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા:આરોપીએ કહ્યું , કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો'તો, આજે તો તને પતાવી દેવાનો છે; અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ
    Next Article
    રૂ.1.70 લાખ ચોરનાર ગઠિયા જેતપુરથી ઝડપાયા:​કેશોદમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરી કરનાર મધ્યપ્રદેશનીના બે ગઠિયા ઝડપાયા,ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment