Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ધોરણ 10નું સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું:2.82%ના સાધારણ સુધારા સાથે 76.42% પરિણામ, 121 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો

    10 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પંચમહાલ જિલ્લાએ ગત વર્ષની તુલનામાં પોતાના શૈક્ષણિક સ્તરમાં પ્રગતિ કરી હોવા છતાં, સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પંચમહાલનું નામ ફરી એકવાર યાદીમાં અંતિમ સ્થાને રહ્યું છે. ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાનું કુલ પરિણામ 76.42% નોંધાયું છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 73.60% હતું, જે જોતા આ વર્ષે 2.82% નો સાધારણ વધારો થયો છે. વ્યક્તિગત રીતે જિલ્લાના આંકડા સુધર્યા છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓના ઉંચા પરિણામ સામે પંચમહાલ રેન્કિંગમાં પાછળ રહી ગયું છે. ગ્રેડ મુજબની સ્થિતિમાં સુધારો જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલના જણાવ્યા અનુસાર, પરિણામમાં ભલે જિલ્લો રાજ્યમાં પાછળ હોય, પરંતુ આંતરિક ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 121 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં 202નો વધારો થયો છે. બીજી તરફ, નબળો દેખાવ કરનાર E1 અને E2 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં 364 નો ઘટાડો નોંધાયો છે, જે શિક્ષણની સુધરતી ગુણવત્તાનો સંકેત આપે છે. ગયા વર્ષ અને આ વર્ષની સ્થિતિ: 2024 (ગત વર્ષ): 73.60% 2025 (ચાલુ વર્ષ): 76.42% કુલ વધારો: 2.82% શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ આંકડા બાદ હવે પંચમહાલ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા અને આગામી વર્ષોમાં રાજ્યના સરેરાશ પરિણામ સુધી પહોંચવા માટે વધુ સઘન પ્રયાસોની જરૂરિયાત વર્તાઈ રહી છે. શાળાઓનું પ્રદર્શન શાળાઓના પરિણામ પર નજર કરીએ તો, 100% પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા 22 થી વધીને 26 થઈ છે. જ્યારે શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 7થી ઘટીને 4 થઈ છે. તે જ રીતે, 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 50%નો ઘટાડો થયો છે, જે અગાઉ 6 હતી અને હવે માત્ર 3 રહી છે. શિક્ષણ વિભાગના મતે આ સુધારો શિક્ષકો અને આચાર્યોની મહેનતનું પરિણામ છે. જોકે, રાજ્યના સરેરાશ પરિણામ સુધી પહોંચવા અને આગામી વર્ષે પરિણામમાં 10% સુધીનો વધારો કરવા માટે અત્યારથી જ ચોક્કસ આયોજન સાથે કામ કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    તાવ બાદ 5 વર્ષીય બાળકનું મોત, માતા રડી રડીને બેહાલ:સુરતમાં આકરા ઉનાળે રોગચાળો વકર્યો, બાળક સહિત 3નાં મોત; સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
    Next Article
    Elon Musk Wanted $80 Billion To Colonise Mars: OpenAI President At Trial

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment